વર્ષ 1986 માં એક કારને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવી હતી. ‘ ઘ અમેરિકન ડ્રીમ’ ના નામે પ્રખ્યાત લિમોઝિન કારને દુનિયાની સૌથી લાંબી કાર હોવાનું ગૌરવ મળ્યું છે.
તમે ઘણી મોંઘી અને લક્ઝરી કાર જોઈ હશે. પરંતુ શું તમે ક્યારેય એવી કાર જોઈ છે જે ઘર કરતાં પણ મોટી હોય? ચાલો આજે અમે તમને જણાવીશું એક એવી કાર વિશે જે વ્યક્તિના જરૂરિયાતની દરેક સુખ સુવિધાથી ભરપૂર છે. આ ગાડીનો ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે. તેની લંબાઈ એટલી વધારે છે કે લોકો જોતા જ રહી જાય છે. ચાલો જાણીએ કે આ ખાસ કાર વિશે જેની એક ઝલક તમને પણ દીવાના બનાવી શકે છે.
આ ગાડીએ વર્ષ 1986 માં દુનિયાની સૌથી લાંબી કાર માટે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પ્રવેશ કર્યો હતો. ‘ધ અમેરિકન ડ્રીમ’ ના નામથી પ્રખ્યાત આ લિમોઝિન કારને દુનિયાની સૌથી લાંબી કાર હોવાનુગૌરવ પણ મળેલું છે. આ કારની લંબાઈ 30.5 મીટર એટલે 100 ફૂટ છે. આ કાર કોઈપણ કંપનીની નથી, ફિલ્મ માટે એક ગાડીઓના જાણીતા ડિઝાઇનર જે ઓરબર્ગ એ ડિઝાઇન કરી હતી. અમેરિકાના કેલિફોર્નિયામાં રેહનાર જે ને કારનો ખૂબ શોખ હતો અને તે ઘણી કાર્સની સુંદર ડિઝાઇન બનાવી ચૂક્યા છે.
ગાડી ઉપર હેલિકોપ્ટર ઉતરતા હતા
આ લિમોઝિન 1980 માં ડિઝાઇન કરવામાં આવી હતી. 100 ફૂટ લાંબી આ લિમોઝિનમાં 26 ટાયર હતા અને તેને બંને તરફથી ચલાવી શકાતી હતી. તે 1976 ની Cadillac Eldorado limousines પર આધારિત હતી. ડિઝાઇનર જે ઓરબર્ગ એ આ કારને 1980 ના દશકમાં ડિઝાઇન કરી હતી અને તેની આ ડિઝાઇન વર્ષ 1992 માં પૂરી થઈ હતી. કારની આગળ અને પાછળ વી8 એન્જિન લાગેલા હતા. ખાસ વાત એ છે કે આ કાર વચ્ચેથી વળી પણ શકતી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે આ કારમાં સ્વિમિંગ પુલ, જેકુજી, બાથ ટબ, નાનુ ગોલ્ફ કોર્સ, એક ટીવી, ફ્રીઝ, ટેલિફોન અને હેલિપેડ જેવી સુવિધાઓ હતી. આ કારમાં 70 લોકો બેસી શકતા હતા.
કારનું સમારકામ ચાલુ છે
સામાન્ય રીતે આ કાર ફિલ્મોમાં વાપરવા માટે બનાવવામાં આવી હતી. તે સમયે તેનું ભાડું 14 હજાર રૂપિયા એક કલાકના હતા પરંતુ ધીમે ધીમે કારના મેન્ટેનન્સ પર ધ્યાન ઓછું આપવામાં આવતું હતુ. કારને પાર્કિંગ માટે મોટી જગ્યા જરૂરી હતી અને ફિલ્મોમાં પણ આવી કારની માંગ ઓછી થઈ રહી હતી તેથી તેની બરબાદી થવા લાગી. ત્યારબાદ એક કાર મ્યુઝિયમએ ભંગાર થઈ ચૂકેલી આ કારને ખરીદી હતી અને હવે તેમણે કારને રિપેર કરવાનું કામ શરૂ કર્યું છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું. નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.