Image Source :- Freepik.com
ગુલાબી અને સુંદર હોઠ બધાને પસંદ હોય છે. તેની માટે લોકો અવનવા લિપ બ્લામ અને બીજી ઘણી પ્રોડક્ટ વાપરતા હોય છે, પણ મોત ભાગની પ્રોડક્ટ્સ અમુક સમય માટે જ અસરકારક હોય છે. જો તમે પણ તમારા હોઠને પ્રાકૃતિક રીતે ગુલાબી અને સોફ્ટ બનાવવા માંગો છો તો બીટનો ઉપયોગ કરી શકો છો. આજે અમે તમને કાળા, ફીકા અને રફ થઈ ગયેલ હોઠને સુંદર બનાવવા માટેના કેટલાક સરળ ઉપાય જણાવી રહ્યા છે.
Image Source :- Freepik.com
1. બીટના રસનો ઉપયોગ :
ગુલાબી હોઠ માટેનો એક ઘરેલું ઉપાય છે બીટરૂટને છીણીને મલમલના કપડા વડે તેનો રસ કાઢવો. તેનો રસ એક બાઉલમાં ભેગો કરો. પછી તેને તમારા હોઠ પર સોફ્ટ કપડા અથવા કોટન વડે લગાવો અને તેને સુકાવા દો. આ તમારા હોઠને ગુલાબી બનાવી શકે છે.
Image Source :- Freepik.com
2. મુલાયમ હોઠ માટે બીટ :
ઘણા લોકોને સિઝનમાં પરિવર્તન થવાથી હોઠ ફાટવાની સમસ્યા થતી હોય છે તેમણે એક ચમચી બીટના રસમાં ફ્રેશ ક્રીમ મિક્સ કરવી અને સુવાના થોડા સમય પહેલા પોતાના હોઠ પર માલિશ કરવી. સવારે ઊઠશો એટલે તમારા હોઠ ગુલાબી, સુંદર અને સોફ્ટ દેખાશે.
3. ડાર્ક અને પિગમેટેડ હોઠને સુંવાળા અને સોફ્ટ કરવા માટે :
તમારા હોઠને એક્સ્ફોલિયેટ કરવા માટે બીટરૂટ સ્ક્રબનો ઉપયોગ કરો. આ માટે એક ચમચી બીટરૂટના રસમાં એક ચમચી ખાંડ અને એટલી જ માત્રામાં લીંબુનો રસ મિક્સ કરો. પછી તમારા હોઠ પર ગોળાકાર એક જ બાજુ સ્ક્રબ કરો. લગભગ 10 મિનિટ સુધી રાખો અને ઠંડા પાણીથી ધોઈ લો. આમ કરવાથી તમારા ઘાટા હોઠનો રંગ હળવો થઈ શકે છે અને પિગમેન્ટેશન ઓછું થઈ શકે છે.
4. લાલ અને ચમકદાર હોઠ માટે બીટ :
લાલ અને ચમકદાર હોઠ બધાને પસંદ હોય છે. ઘણા લોકો આ માટે લિપસ્ટિક લગાવે છે, પરંતુ તે ધીમે ધીમે તમારા હોઠને ઘાટા અને રંગહીન કરી શકે છે. તમે તમારા હોઠને લાલ અને હાઇડ્રેટેડ બનાવવા માટે બીટરૂટનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે બીટનો રસ, ફુદીનો અને બદામના તેલનો ઉપયોગ કરી શકો છો. આ બધાને મિક્સ કરીને કોટનની મદદથી તમારા હોઠ પર લગાવો અને સૂકાયા પછી ધોઈ લો. તેનો નિયમિત ઉપયોગ કરવાથી તમારા હોઠ લાલ થઈ શકે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team