હવે ગરમીની ઋતુમાં ખરાબ નહી થાય તમારું ભોજન, ફક્ત આટલી વસ્તુઓનું રાખો ધ્યાન

જેમકે આપણે જાણીએ છીએ કે ગરમી આવતા જ આપણે અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. વાત કરીએ ભોજનની તો, ભોજન દરરોજ બનતું જ હોઈ છે પરંતુ ક્યારેક તે વધુ બની જતું હોઈ છે. જે ઉનાળામાં બગડવાની સંભાવના રહે છે. ઉનાળાની આ ઋતુમાં તેને ખરાબ થતું અટકાવવા ના અનેક ઉપાયો છે.આજે અમે તમને એ માટેની એકદમ સરળ અને સહેલી રીત શીખવાડીશું. આવો જાણીએ આ સરળ રીત વિશે …

image source

આટલી વાતનું રાખો ધ્યાન અને અજમાવો આ ટિપ્સ

  • ખાવાનું બનાવ્યાના 2 કલાકની અંદર ખાવાનું ખાઇ લેવું જોઇએ.
  • ખાવાનું બચી જવા પર તેને તરત જ ફ્રીઝમાં મૂકી દેવાથી પણ તે સારુ રહે છે.
  •  જો તમારી પાસે ફ્રીઝ નથી તો એક વાસણમાં પાણી ઉમેરીને તેની ઉપર ખાવાનું જેમા હોય તે મૂકી દો.

image source

  •  વધેલા ખાવાનાને ફ્રેશ બનેલી વસ્તુઓથી સાથે મિક્સ કરીને ન ખાઓ.
  • ગરમીમાં ખાવાનું વધારે સમય બહાર રહે તો તેમા બેક્ટેરિયા પેદા થવા લાગે છે. જે ખાવાનાને ખરાબ કરવા લાગે છે.
  • બાળક માટે હંમેશા તાજુ ખાવાનું જ બનાવવું જોઇએ.

image source

  • વધેલું ખાવાનું જૂના વાસણમાંથી નીકાળીને હંમેશા નવા વાસણમાં રાખો.
  • ખાવાનાને વારંવાર ગરમી પણ ન કરો. તેનાથી ભોજનનું પોષણ ઓછું થઇ જાય છે.
  • જરૂરિયાતથી વધારે ગરમ ખાવાનું પણ ફ્રીઝમાં ન રાખવું જોઇએ. તેને ઠંડુ કરીને ફ્રીઝમાં રાખો.
  • એક દિવસથી વધારે જુનું ભોજન બિલકુલ પણ ન રાખો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *