મિત્રો અત્યાર સુધી તમે કેળાના ભજીયા, કેળાની વેફર્સ ટ્રાય કરી છે. પણ શું તમે ક્યારેય કાચા કેળાનું શાક ટ્રાય કર્યું છે. જો ના તો આજે અમે તમારા માટે કાચા કેળાના કોફતાની રેસિપી લઇને આવ્યા છીએ. જે બનાવવામાં સહેલી અને ઝડપથી બની જાય છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય કાચા કેળાનું શાક.
સામગ્રી
- અડધો કિલો કાચા કેળા
- સો ગ્રામ ચણાનો લોટ
- 2 ઝીણા સમારેલા લીલા મરચા
- અડધી ચમચી લાલ મરચું પાઉડર
- અડધી ચમચી ધાણાજીરુ પાઉડર
- અડધી ચમચી આખું જીરૂ
- 2 ઝીણી સમારેલી ડુંગળી
- 2 ઝીણા સમારેલા ટામેટા
- અડધી ચમચી હળદર
- સ્વાદ અનુસાર મીઠું
- જરૂર મુજબનું તેલ
બનાવવાની રીત
- કાચા કેળા ના કોફ્તાનું શાક બનાવવા માટે સૌપ્રથમ કેળાના ઉપરના છાલને ઉતારી ને અને ત્યારબાદ કેળાને બરાબર બાફી લો, અને જ્યારે કેળા બરાબર બફાઈ જાય ત્યારબાદ તેનો છૂંદો કરી લો.
- હવે આ સુંધા ની અંદર ચણાનો લોટ, મીઠું, લાલ મરચું પાઉડર ઉમેરી અને બરાબર મિક્સ કરી લો, અને ત્યારબાદ એક કડાઈ ની અંદર થોડું તેલ ગરમ કરવા માટે મૂકી એ તેની અંદર આ મસાલો ઉમેરી અને તેના કોફતા બનાવી લો.
- જ્યારે આ કોફતા બની જાય ત્યારબાદ એક કડાઈ ની અંદર થોડું તેલ ગરમ કરવા માટે મૂકો અને ત્યારબાદ તેની અંદર આખું જીરું ઉમેરો અને બરાબર શેકી લો. પછી તેમાં ઉપરથી લીલા મરચાં ડુંગળી અને ટમેટા ઉમેરી બરાબર પકાવી લો.
- જ્યારે આ બધી વસ્તુઓ બરાબર પાકી જાય ત્યારબાદ તેની અંદર હળદર ધાણાજીરું પાઉડર ઉમેરી અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.
- ત્યારબાદ ઉપરથી થોડું પાણી ઉમેરો અને આપણા પોતાને ઉમેરી અને બરાબર ઉકળવા દો અને જ્યારે ગ્રેવી એકદમ ઘટ્ટ થઈ જાય ત્યારબાદ ગેસ બંધ કરી દો આ રીતે તૈયાર છે કાચા કેળા ના કોફતા.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ફૂડ ” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktFood Team