હવે ઘરે જ બનાવો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી આલું ટિક્કી, તેમાં ઉમેરો આ એક સિક્રેટ વસ્તુ

મોટાભાગે દરેક લોકોના ઘરમાં બધાને આલુ ટિક્કી ભાવતી હોય છે. પણ આ રેસિપી કેટલાક લોકોથી એકદમ ટેસ્ટી બને છે તો ઘણા લોકોથી સાવ ફિક્કી બનતી હોય છે જેથી ઘરના લોકોની ખાવાની મજા બગડી જાય છે. જો તમારી સાથે પણ આવું જ કંઇક થતુ હોય તો તમે પણ નોંધી લો રીત અને આ રીતે ઘરે બનાવો ‘આલુ ટિક્કી’

image source

સામગ્રી

  • 3 ચમચી ચોખાનો લોટ
  • 1/4 ચમચી ચીલી ફ્લેક્સ
  • 4 નંગ બટાકા
  • 2 ચમચી સમારેલી કોથમીર
  • સ્વાદાનુંસાર મીઠું
  • 1/2 મરી પાઉડર
  • 1/2 લીંબૂનો રસ
  • ફ્રાય કરવા માટે ઘી/તેલ

image source

સૌ પ્રથમ બટાકાને ધોઈને કૂકરમાં બાફવા મૂકી દો. ત્રણ વ્હીસલ વગાડવાથી બટાકા સરસ રીતે બફાઈ જશે. બટાકા બફાઈ જાય એટલે તેને અડધી કલાક માટે ઠંડા થવા દો. હવે, આ બટાકાને 2 કલાક માટે ફ્રિજમાં મૂકી દો. જેથી તેમાં જે વધારાનું પાણી ચડી ગયું હોય તે શોષાય જશે.

image source
બટાકાને ફ્રિજમાંથી કાઢીને તેની છાલ ઉતારી લો. હવે તેમાં સમારેલી કોથમીર, મીઠું, મરી પાઉડર, ચીલી ફ્લેક્સ, લીંબૂનો રસ તેમજ ચોખાનો લોટ ઉમેરીને હળવા હાથે મિક્સ કરી લો. જો તમારા ઘરમાં ચીલી ફ્લેક્સ ન હોય તો તેના બદલે તમે તીખા લીલા મરચાની પેસ્ટ પણ ઉમેરી શકો છો.

image source

બટાકાના મિશ્રણમાંથી નાના-નાના બોલ્સ બનાવીને તેને ટિક્કીનો શેપ આપી દો. આ ટિક્કીને ઘી કે તેલમાં શેલો ફ્રાય કરી લો. તો તૈયાર છે બહાર મળે તેવી આલુ ટિક્કી. આ ટિક્કીને લીલી ચટણી તેમજ કેચઅપ સાથે સર્વ કરો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ફૂડ ” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *