માત્ર દૂધથી જ નહીં પરંતુ, 30 વર્ષની ઉંમર પછી આ શાકભાજીનું સેવન કરવાથી હાડકા બને છે વધુ મજબૂત


આપણા શરીરની અને અંદરની આંતરિક વસ્તુઓનો વિકાસ થવાનો એક સમય હોય છે, અને તે વિકાસ એક સમય સુધી જ થાય છે. અને તેમાં હાડકા પણ સામેલ છે. આપણે જ્યારે આપણા 20 થી 30 ના દશકમાં હોઈએ છીએ ત્યારે હાડકા સૌથી વધુ દ્રવ્યમાન હિટ કરે છે, એટલે કે તમારા હાડકામાં કેલ્શિયમ એકત્રિત થવાની પ્રક્રિયા ખૂબ જ ઓછા ઉંમરથી શરૂ થઈ જાય છે, અને તે માત્ર 30 વર્ષની ઉંમર સુધી જ થાય છે.

પરંતુ 30 વર્ષની ઉંમર બાદ તે ઉત્પન્ન થવાનું બંધ થઈ જાય છે, અને હાડકાં કમજોર થવા લાગે છે. અને પોતાનું દ્રવ્યમાન ગુમાવવા લાગે છે, જેના કારણે આપણે પડી જઈએ ત્યારે હાડકાં તુટવાના અથવા ફેક્ચર થવાનું જોખમ વધી જાય છે. ત્યારે હાડકાને મજબૂત બનાવી રાખવા માટે યોગ્ય ખાદ્ય સામગ્રીની પસંદગી કરવી ખૂબ જ જરૂરી થઇ જાય છે. તમે કદાચ આ વાત જરુરથી સાંભળી હશે કે, હાડકાંને મજબૂત બનાવવા માટે કેલ્શિયમ ની ખૂબ જ જરૂર હોય છે. અને તે તમને સૌથી વધુ ડેરી ઉત્પાદ દ્વારા જ મળી શકે છે.

પરંતુ અત્યારે એક પ્રકાશિત ધ જનરલ ઓફ ન્યૂટ્રિશન ની એક રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે કેલ્શિયમનું સૌથી સારુ ઉત્પાદન શાકભાજી અથવા પ્લાન્ટ ફૂડ પણ હોઈ શકે છે. એક રિસર્ચમાં લગભગ 102 વયસ્કોને લેવામાં આવ્યા હતા, જે શાકભાજીનું ખૂબ જ ઓછી માત્રામાં સેવન કરતા હતા. આ રિસર્ચ લગભગ આઠ અઠવાડિયા સુધી ચાલ્યું હતું, તેમાં સામેલ અડધા પ્રતિભાગીને પ્રતિ વ્યક્તિને 270 ગ્રામ શાકભાજી વધુ આપવામાં આવી હતી, અને બીજાને તેમના ડાયટ ઉપર મુકવામાં આવ્યા હતા. અધ્યયનના અંતમાં વિશેષજ્ઞોએ જોયું કે જે સમૂહ ને વધુ શાકભાજીનું સેવન કરાવવામાં આવ્યું હતું તેમના હાડકા પહેલાં કરતાં સારી સ્થિતિમાં જોવા મળ્યા.

હાડકાને સ્વસ્થ બનાવતી સામગ્રી
બોન હેલ્થ એન્ડ ઓસ્ટીઓપોરોસીસ ફાઉન્ડેશન અનુસાર શાકભાજી પોષક તત્વોથી ભરપુર હોય છે. અને હાડકાંને મજબૂત બનાવવાની સાથે સાથે સ્વસ્થ રાખવાનો પણ કામ કરે છે. તેવી પરિસ્થિતિમાં હાડકાની મજબૂતી બનાવી રાખવા માટે તમે આ શાકભાજીનું સેવન કરી શકો છો. જે આ પ્રમાણે છે.


કઈ શાકભાજી અને ફળ હાડકા માટે ખૂબ જ સારા માનવામાં આવે છે
સ્પ્રાઉટ | કેપ્સીકમ | સ્ટ્રોબેરી | શક્કરિયા | નારંગી | ટામેટા | કેળા


શું હાડકા માટે માત્ર કેલ્શિયમ જરૂરી છે
શરીરના હાડકાને મજબૂત બનાવવા માટે કેલ્શિયમ તો સૌથી જરૂરી છે જ, શરીરમાં 99 ટકા કેલ્શિયમ હાડકા અને દાંત માં હોય છે, અને તેને ભૂલી જવું બિલકુલ યોગ્ય નથી. પરંતુ તે સિવાય ઘણા બધા પોષક તત્વો છે, જે હાડકાં આ સ્વાસ્થ્ય માટે ખૂબજ જરૂરી હોય છે.


વિટામિન ડી
વિટામીન ડીના આધારે હાડકાના ટીશ્યુંનું નિર્માણ થાય છે, તેની સાથે જ તેના આધારે જ કેલ્શિયમ આસાનીથી અવશોષિત થવા લાગે છે.


વિટામિન કે
તમારા હાડકા ફેક્ચર અને ઓસ્ટીયોપોરોસિસના જોખમથી બચાવવાનું કામ કરે છે.

ડાયેટરી પોટેશિયમ
કેલ્શિયમના સ્તરને ઓછું થતા રોકવા માટે શરીરમાં એસિડ લોડને નિષ્ક્રિય કરે છે.


વિટામીન સી
વિટામિન સી ના આધારે શરીરના અંદર કોલેજન ઉત્પાદન થાય છે, જે ત્વચા અને હાડકાને સ્વસ્થ રાખવાનું કામ કરે છે.

મેગ્નેશિયમ
તે હાડકાની ઘનતા માં સુધારો કરે છે અને હાડકાના ફેક્ચરની સ્થિતિથી બચાવીને રાખે છે. તે દરેક પોષક તત્વ અને વિટામિન તમારા હાડકાના એક સારા સ્વાસ્થ્ય માટે જવાબદાર હોય છે.

આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઈપણ પ્રકારની દવા અથવા ઈલાજ નો વિકલ્પ હોઈ શકતો નથી વધુ જાણકારી માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *