બાળકોથી લઈ વડીલો સુધી દરેક વ્યક્તિને મેગી પસંદ હોય છે. જયારે તેમાં ઘણી શાકભાજી ઉમેરીને બનાવવામાં આવે છે, ત્યારે તેનો સ્વાદ અનેકગણો વધી જાય છે.
એક નજર :
- રેસિપી કવીઝીન : ભારતીય
- સમય : 5 થી 15 મિનિટ
- ભોજનનો પ્રકાર : વેજ
આવશ્યક સામગ્રી :
- 2 પેકેટ મેગી
- 1 ડુંગળી ( બારીક સમારેલી )
- 1 ટામેટું ( બારીક સમારેલું )
- 1 ચમચી ફ્રેન્ચ વીસ ( બારીક સમારેલી )
- 1 લીલું મરચું ( બારીક સમારેલું )
- 1 ચમચી વટાણા
- 1 પાઉચ મેગી મસાલા
- 1/2 ટીસ્પૂન તેલ
- 2 કપ પાણી
બનાવવાની રીત :
- મધ્યમ ગેસ પર એક કડાઈમાં પાણી ઉકળવા મુકો.
- તેમાં તેલ ઉમેરો જેથી મેગી કડાઈમાં ચોંટી ન જાય.
- પાણીમાં ડુંગળી, ટામેટા, ફ્રેન્ચ બીસ, વટાણા અને લીલા મરચા નાખો અને લગભગ 5-7 મિનિટ સુઘી ઉકાળવા દો.
- મેગીને નિર્ધારિત સમય પછી જ પાણીમાં ઉમેરો, ત્યાં સુઘી ડુંગળી અને ફ્રેન્ચ બીસ પણ નરમ થઇ જશે.
- હવે તેમાં મસાલો નાખો અને 5 મિનિટ સુધી બરાબર મિક્સ કરો.
- નિર્ધારિત સમય પછી ગેસ બંધ કરી દો.
- તો આ રીતે તૈયાર છે મિક્સ વેજ મસાલા મેગી. હવે તેને ગરમ ગરમ સર્વ કરો
જો તમેને મારી આ રેસીપી ગમે તો લાઈક જરૂર કરજો. ફેમિલી કે મિત્રો સાથે ફેસબુક કે વોટ્સએપ્પ પર મોકલજો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ફૂડ ” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… આભાર
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktFood