મળો ટાઇટ્સ ને આ મહાનુભાવ દેખાવમાં બિલકુલ ચિત્તા જેવો જ લાગે છે. અને ખરેખર તે કુતરાની એક ખૂબ જ દુર્લભ પ્રજાતિ માંથી એક છે સુરક્ષા માટે ઉપયોગ કરવામાં આવનાર ખૂબ જ ખતરનાક કુતરા ની પ્રજાતિ પીટબુલ. આ દુર્લભ કૂતરો માત્ર પોતાની ત્વચા ઉપર પડેલ ટપકાના કારણે છે.
જો કોઈ ધ્યાનથી ન જુએ તો પહેલી જ વારમાં તે ડરી જશે અને તેમને લાગશે કે તેમને ચિંતા ને જોઈ લીધો છે તે પૂરી ધરતી ઉપર એક માત્ર એવો કૂતરો છે. જે આ પ્રકારનો છે અને તે સિવાય સંપૂર્ણ વિશ્વમાં એવો કોઈ જ કૂતરો નથી જેની ખૂબસૂરતી દેખવા થી જ બને છે.
તેને અત્યારે જ તેનો માલિક સ્વાસ્થ્ય માટેની તપાસ કરવા માટે વેટરનરી ડોક્ટર પાસે લઇ ને ગયા હતા. ત્યાં ડૉક્ટર એલ્જરનોકે તેમનો ફોટો પાડ્યો હતો અને સોશિયલ મીડિયા ઉપર નાખ્યો હતો અને જોતા જ જોતા આ ફોટો ખૂબ જ વાયરલ થઈ ગયો હતો. અને આ કુતરા નો ફોટો જોયા બાદ એક્સપર્ટનું માનવું છે કે આ કોઈ કુદરતી પરિવર્તન નથી.
અમુક એક્સપર્ટનું કહેવું છે કે આ કોઈ તકનિકી અસર છે, તો અમુક લોકોએ કહ્યું કે કોઈ ખાસ રીતે આ ટપકા શરીર ઉપર બનાવવામાં આવ્યા છે. તેને લઈને ઘણી બધી થીયરી અને વિચારો ચાલી રહ્યા છે કારણ કે તેના માલિકે શરૂઆતમાં માત્ર એક જ ફોટો સોશિયલ મીડિયા ઉપર નાખ્યો હતો.
અમુક લોકોનું માનવું છે કે તેનો ફોટો લઈને તેની ઉપર ફોટોશોપ કરવામાં આવ્યું છે, અને કૂતરાને શાહીથી પેઇન્ટ કરવામાં આવ્યું છે. તે સિવાય ટાઇટ્સ ના માલિક નો દાવો છે, કે તે બિલકુલ અસલી છે તેની ઉપર કોઈપણ પ્રકારનો પ્રયોગ અથવા પેઇન્ટ કે પછી ફોટોશોપ કરવામાં આવ્યું નથી તે સો ટકા અસલી છે. તેના માલિકે બીજો ફોટો શેર કરવાની ના પાડી દીધી છે. કારણ કે તેમનું કહેવું છે કે તે તેમની ગર્લફ્રેન્ડનો કૂતરો છે અને જો તેમની ગર્લફ્રેન્ડ તેમને અનુમતિ આપશે તો વધુ ફોટા અને ડીટેલ શેર કરશે.
તમને જણાવી દઈએ કે પીટબુલ કૂતરાની પાંચ પ્રજાતિઓ દુનિયામાં ઉપસ્થિત છે. અમેરિકન પીટબુલ ટેરિયર, અમેરિકન સ્ટાફોર્ડશાયર ટેરિયર, અમેરિકન બુલડોગ અને સ્ટાફોર્ડશાયર બુલ ટેરિયર. પીટબુલ શબ્દ નો પહેલો ઉપયોગ વર્ષ 1927માં પહેલીવાર કરવામાં આવ્યો હતો અને અમેરિકા સિવાય તેની જાતી ઈંગ્લેન્ડમાં પણ જોવા મળે છે.
19મી સદીમાં આ કૂતરાને ઘણી બધી જાતિઓ કુતરાની સાથે ક્રોસ પણ કરાવવામાં આવી છે જેથી કુતરા ની ફાઈટિંગ માટે ખૂબ જ સારા કુતરા મળી શકે અને તેમને ઓલ્ડ ઇંગલિશ બુલડોગ અને ઓલ્ડ ઇંગલિશ કેરિયરની સાથે ક્રોસ કરાવવામાં આવ્યો હતો. પહેલી વખત બ્રિટનથી 1870માં બુલડોગ અને પીટબૂલને ઉત્તરી અમેરિકામાં લાવવામાં આવ્યા હતા, અને તેમનું કારણ ઉંદર પકડવાનું હતું અને તેમને ખૂની ના ખેલ માં સામેલ કરવાનું હતું તથા કુતરા ની લડાઈ માં સામેલ કરવું.
પીટબુલ ખૂબ જ ખતરનાક અને તાકાતવાર કુતરા હોય છે. અમેરિકામાં કુતરાના કરડવાની ઘટનાઓમાં 67% મામલામાં તેમનો જ હાથ હોય છે. તેમના જડબા માંથી શિકાર છૂટી શકતો નથી, અને તે ખૂબ જ ચપળતાથી હુમલો કરે છે અને પોતાના માલિક પ્રતિ આ કુતરાઓ ખૂબ જ સજાગ રહે છે. પરંતુ તેમને જો ગુસ્સો આવી જાય તો તેને નિયંત્રિત કરવું ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે તેથી જ ઘણા બધા લોકો તેના મોઢાને બાંધીને રાખે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team