હિન્દુ ધર્મની માન્યતા અનુસાર ભદ્રાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ શ્રી કૃષ્ણ નો જન્મ થયો હતો. આ વર્ષે જન્માષ્ટમીનો તહેવાર 11- 12 ઓગસ્ટ એટલે કે 2 દિવસ મનાવવામાં આવશે. જન્માષ્ટમી ભગવાન વિષ્ણુના આઠમા અવતાર ભગવાન શ્રી કૃષ્ણની જન્મની ખુશીમાં ઉજવવામાં આવે છે.
ભગવાન શ્રી કૃષ્ણને જન્માષ્ટમી પર પંજરી અને પેંડાનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. કૃષ્ણ ભક્ત આ દિવસે પેંડાનો પ્રસાદ જરૂર ચઢાવે છે. જો તમે વિચારી રહ્યા છો કે આ વર્ષે કોરોના વાઇરસના લીધે તમે જન્માષ્ટમીના દિવસે તમારા કાન્હાને મથુરાના પેંડા નહીં ચડાવી શકો તો તમે ખોટા હોઈ શકો છો. આવો, જાણીયે ઘરે જ કેવી રીતે બનાવી શકો છો મથુરાના સ્પેશલ પેંડા.
સામગ્રી :
- માવો 250 ગ્રામ
- ખાંડ પીસેલી 200 ગ્રામ
- ઘી 2 અથવા 3 ચમચી
- નાની ઈલાયચી 4 – 5
બનાવવાની પધ્ધતિ :
- મથુરાના પેંડા બનાવવા સૌથી પહેલા એક ચમચીથી માવાને મસળી દો.
- હવે એક કઢાઈને ગરમ કરી તેમાં માવો નાંખો અને હવે ધીમા તાપે ત્યાં સુધી ચડવો કે જ્યાં સુધી તે હલકું ભૂરું ના થાય. જયારે તે ગોલ્ડન બ્રાઉન થવા લાગે પછી તેમાં 2 ચમચી ઘી નાખી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી હલાવતા રહો.
- જો માવો સુકાઈ રહ્યો છે તો 2 ચમચી મલાઈ વારુ દૂધ નાખી ત્યાં સુધી ચડવો કે જ્યાં સુધી દૂધ સુકાઈ ના જાય.
- હવે ગેસ બંધ કરી દો પરંતુ માવાને લગાતાર થોડી વાર ચલાવતા રહો. એવું એટલા માટે કે કડાઈ ગરમ થતા માવો નીચે ચોંટી શકે છે.
- ત્યારબાદ તેમાં ખાંડનું બૂરું નાખી સરખું મિક્સ કરી લો. હવે તમે આ મિશ્રણથી પેંડા બનાવી શકો છો.
- પેંડા બનાવવા માટે આ મિક્સચરને હાથમા લઇ ગોળ આકાર આપો, હવે હથેળીમાં લઇ હલકું દબાવો જેથી ગોળ આકાર બને.
- આ પેંડાને ઈલાયચી પાઉડર અને બૂરું લગાવેલી પ્લેટ પર મુકતા જાઓ.
- તો હવે સ્પેશિયલ મથુરાના સ્પેશ્યિલ પેંડા બનીને તૈયાર છે. જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણને આ પેંડાનો પ્રસાદ ચડાવી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરો.
જો તમને આ રેસીપી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી રેસીપી જાણવા માટે અમારું પેજ “ફક્ત ફૂડ ” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… આભાર
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.