પનીર મોટાભાગના શાકાહારી લોકોની પહેલી પસંદ હોય છે. પનીરથી આપણે અનેક પ્રકારની વાનગીઓ બનાવી શકીએ છીએ. આવી જ એક વાનગી છે મલાઈ પનીર. આજે અમે આ લેખમાં તમને મલાઈ પનીર બનાવવાની રીત વિશે જણાવીશું…
એક નજર:-
- રેસિપી કવીઝીન : ભારતીય
- કેટલા લોકો માટે : 2-4
- સમય : 15 થી 20 મિનિટ
- ભોજનનો પ્રકાર : વેજ, લંચ, ડિનર
સામગ્રી:-
- 250 ગ્રામ પનીર
- 1 ડુંગળી, ( સમારેલી )
- 1 ટીસ્પૂન લસણ આદુની પેસ્ટ
- 1/2 કપ ક્રીમ (મલાઈ )
- 1 ટીસ્પૂન ધાણા પાઉડર
- 1/2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાઉડર
- 1/4 ટીસ્પૂન હળદર
- 1/4 ટીસ્પૂન ગરમ મસાલા
- ચપટી કસૂરી મેથી
- મીઠુ સ્વાદ અનુસાર
- તેલ જરૂર મુજબ
બનાવવાની રીત:-
- સૌથી પહેલા પનીરને ચોરસ ટુકડાઓમાં કાપો.
- મીડીયમ ગેસ પર કડાઈમાં તેલ નાખો અને તેને ગરમ કરવા રાખો.
- તેલ ગરમ થતાં જ તેમાં ડુંગળી, આદુ લસણની પેસ્ટ નાંખી તે હળવા બ્રાઉન થાય ત્યાં સુધી તળો.
- જયારે પેસ્ટ તેલ છોડવાનું શરૂ કરે ત્યારે જ્યોત ધીમી કરી તેમાં ધાણા પાઉડર, લાલ મરચું પાઉડર અને હળદર નાખી હલાવો.
- થોડીક સેકન્ડ પછી પનીરના ટુકડાઓ ઉમેરો અને મિક્સ કરો.
- ત્યારબાદ તેમાં ક્રીમ ઉમેરીને હલાવો. તેને 2 થી 3 મિનિટ સુધી મધ્યમ ગેસ પર રાખો.
- હવે પનીરમાં મીઠુ, ગરમ મસાલો અને કસૂરી મેથી નાંખી મિક્સ કરો અને ગેસ બંધ કરી દો.
- તો તૈયાર છે મલાઈ પનીર. તેને લીલા ધાણાથી ગાર્નિશ કરી રોટલી અથવા નાન સાથે પીરસો.
જો તમને આ રેસીપી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી રેસીપી જાણવા માટે અમારું પેજ “ફક્ત ફૂડ ” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… આભાર
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.