શિયાળાની ઋતુ આવતા જ આપણે ત્વચા પર લગાવવા માટે જુદી જુદી ક્રીમ અને લોશન શોધવાનું શરૂ કરી દઈએ છીએ. માર્કેટમાં મળતી કોલ્ડ ક્રીમ ત્વચા પર માત્ર ૨ થી ૩ કલાક જ તેની અસર દેખાડે છે. આપણી ત્વચામાં દિવસભર નમી બની રહે છે તેના માટે આપણે કોઈ દેશી સામગ્રીની જરૂર હોય છે, જે પૂરી રીતે પ્રાકૃતિક હોય.
શિયાળાની ઋતુમાં જે સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે, તે બદામનું તેલ છે. પ્યોર બદામના તેલમા વિટામિન એ, ઈ, ઓમેગા -૩ ફૈટી એસિડ, પોટેશિયમ, ઝીંક અને પ્રોટીન વગેરે જેવા ગુણ જોવા મળે છે. તેને ચહેરા પર લગાવવાથી ત્વચા મુલાયમ બને છે અને કરચલીઓના દાગ દૂર થાય છે. તમે ઇચ્છો તો બદામના તેલથી તમારા માટે શિયાળાની કોલ્ડ ક્રીમ પણ બનાવી શકો છો. આ ક્રીમ માત્ર ૧૦ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને લાંબા સમય સુધી ચાલે છે. અહી જાણો તેની બનાવવાની રીત અને બદામના તેલના કેટલાક ફાયદા…..
સામગ્રી-
- ૧/૨ કપ બદામનું તેલ
- ૧/૪ કપ નારિયેળ તેલ
- ૧/૪ કપ બિવેક્સ
- ૧ ચમચી વિટામિન ઈ તેલ ( વૈકલ્પિક )
- ૨ ચમચી શીયા બટર ( કે કોકો બટર )
- આવશ્યક તેલ(વૈકલ્પિક )
ક્રીમ બનાવવાની રીત –
- સૌથી પહેલા એક મોટો વાટકો લો અને તેમાં પાણી ભરો. પછી તે વાટકાને ગેસ પર ધીમા તાપે રાખો.
- જ્યારે પાણી ગરમ થઇ જાય ત્યારે બદામનું તેલ, નારિયેળ તેલ, બિવેકસ અને શીયા બટરને ઉમેરીને એક અલગથી કાંચના વાટકામાં મિક્સ કરો અને તે વાટકા ને ગેસ પર ગરમ થઇ રહેલા પાણીના વાટકામાં રાખો
- તેમાં બધી સામગ્રી ધીમે ધીમે પીગળવા ની શરૂ થઈ જશે.
- મિશ્રણને વચ્ચે વચ્ચે હલાવતા રહો.
- જ્યારે બધી સામગ્રી સંપૂર્ણ રીતે પીગળી જાય, ત્યારબાદ તેમાં વિટામિન ઈ તેલ નાખો.
- આ પેસ્ટને કાચની ડબ્બીમાં સંગ્રહ કરવા માટે રાખી દો.
કેટલા સમય સુધી સંગ્રહ કરી શકો છો
ચહેરા પર નિયમિત આ લોશનનો ઉપયોગ કરો. આ લોશન અલ્ટ્રા મોઈશ્ચરાઈઝિંગ છે અને પાણી આધારિત લોશનની તુલનામાં વધારે તૈલીય છે, તેથી તમારે તેનો વધારે ઉપયોગ કરવાની જરૂર નથી. ઘરે બનેલું આ લોશન છ મહિના સુધી આરામથી ચાલશે.
ત્વચા પર બદામનું તેલ લગાવવાના ફાયદા
બદામનું તેલ ત્વચા પર ચમક લાવે છે. તેમાં વિટામિન ઈ હોવાને લીધે તે રેટિનોલ નું કામ કરે છે, જેનાથી ચહેરા પરની કરચલીઓ ઓછી થાય છે અને સખ્તાઈ આવે છે. જો તમારા ચહેરા પર ખીલ ની સમસ્યા છે, તો તે પણ બદામનું તેલ લગાવવાથી દૂર થાય છે. જેમાં ઝીંક અને ઓમેગા-૩ ફેટી એસિડ મળી આવે છે, જેનાથી ત્વચા પર પડેલા નાના-મોટા ઘાવને સારા કરવામાં મદદ મળે છે.
બદામના તેલથી બનેલું આ લોશન ખૂબ જ પૌષ્ટિક છે. તેનો ઉપયોગ ફક્ત ચહેરા પર જ નહીં પરંતુ ડાયપર ના રેસિસ, એકજિમા અને સ્ટ્રેચ માર્ક ને દૂર કરવામાં પણ ખૂબ સારું કામ કરે છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Faktfood Team