ઓવનનો ઉપયોગ કર્યા વગર જ ઘરે બનાવો એકદમ ટેસ્ટી ‘જીરા બિસ્કીટ’

જીરા બિસ્કીટ નાના-મોટા સૌ કોઈને ભાવતી વાનગી છે,  આ બિસ્કિટમાં જીરું વપરાતું હોવાથી તેની સ્મેલ સારી આવે છે.  તેને ચા સાથે ખાવાની તો બહુ મજા આવે છે, આજે અમે તમને જીરા બિસ્કિટ  બનાવતા શીખવીશું અને તે પણ પેનમાં.

image source

સામગ્રી –

150 ગ્રામ મેદો
100 ગ્રામ બટર
50 ગ્રામ ખાંડ પાઉડર
1 ટે સ્પૂન જીરું
1/2 ટી સ્પૂન બેકિંગ પાઉડર

image source

બનાવવાની રીત –

એક બાઉલમાં બટર લો. તેમાં ખાંડ પાઉડર ઉમેરીને ત્યાં સુધી ફેંટી લો જ્યાં સુધી તેનો કલર ચેન્જ થઈને હળવો સફેદ ન થઈ જાય. હવે આ મિશ્રણમાં જીરું, બેકિંગ પાઉડર અને મેદો ઉમેરીને હાથથી મિક્સ કરીને કણક બાંધી લો. મેદાના લોટની અંદર ગાંઠ ન રહી જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવું.

image source
પાટલી પર કે પ્લેટફોર્મ પર થોડો મેદાનો લોટ છાંટી દો. તેના પર તૈયાર કરેલી કણક મૂકીને ઉપરથી થોડો મેદો છાંટો. હવે વેલણની મદદથી વધારે જાડો પણ નહીં અને વધારે પાતળો પણ નહીં તેવો રોટલો વણી લો. રોટલામાંથી જે શેપના બિસ્કિટ બનાવવા હોય તે શેપમાં કટ કરી લો. અને તેને અડધો કલાક માટે ફ્રિજમાં મૂકી દો. એક પેનમાં મીઠું મૂકો. તેની પર સ્ટેન્ડ રાખો અને ધીમી ફ્લેમ પર તેને 10થી 15 મિનિટ માટે પ્રિ-હિટ કરી લો.

image source

એક પ્લેટ લો અને તેને ગ્રીસ કરી લો, તેના પર બિસ્કિટ મૂકીને પ્રિ-હિટ કરેલા પેનમાં મૂકીને ઢાંકણ ઢાંકી દો. ધીમી ફ્લેમ પર તેને 20થી 25 મિનિટ માટે બેક કરી લો. 20 મિનિટ બાદ તે બેક થયા છે કે નહીં તે પણ ચેક કરવું. જો બિસ્કિટ કાચા લાગે તો ફરીથી થોડીવાર માટે બેક થવા દો. તો તૈયાર છે જીરા બિસ્કિટ.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ફૂડ ” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktFood Team

1 thought on “ઓવનનો ઉપયોગ કર્યા વગર જ ઘરે બનાવો એકદમ ટેસ્ટી ‘જીરા બિસ્કીટ’”

  1. it will be a big help if you can provide details about nutritional information, such as: fat, sugar, protein, etc. information.

    Thank you for sharing the recepie.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *