શિયાળામાં ઘરે ૧૦ મિનિટમાં બનાવો આ ૩ સ્વાદિષ્ટ ચટણીઓ, આ રહી સરળ રેસિપી

જો તમને શિયાળામાં સ્વાદિષ્ટ અને ચટપટી ચટણી ખાવાનું મન થઈ રહ્યું હોય તો તમે આ ત્રણ સરળ રેસીપી આજમાવી શકો છો.

શિયાળો આવી ગયો છે અને આ સમયે ગરમ ગરમ પરોઠા, સમોસા, પકોડા વગેરે ખાવાની મજા જ કંઇક અલગ હોય છે. રોજિંદા ખોરાકમાં સ્વાદ લાવવા માટે પણ કઈક અલગ કરી શકાય છે. શિયાળાની ઋતુમાં જુદા જુદા પ્રકારની ચટણીઓ બનાવવી લોકોને ખૂબ ગમે છે. હોય પણ કેમ નહિ કેમકે ઘરે બનતી અલગ અલગ પ્રકારની ચટણીઓ ભોજન નો સ્વાદ વધારી દે છે.

જો તમે પણ શિયાળામાં તમારા ઘરે બહુ બધી ચટણીઓ બનાવવા માંગતા હોવ અને વધારે મહેનત કરવા ન માંગતા હોય તો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કેટલીક ખાસ ચટણીઓની રેસીપી. શિયાળામાં તમે તેને ખૂબ જ સરળતાથી બનાવી શકો છો અને એ તમને ખૂબ જ સારી લાગશે. આને તમારા સ્વાદ મુજબ બનાવી શકાય છે.

Image Source

૧.ટામેટા ની ચટણી:

સામગ્રી:

૫ દેશી ટામેટા, ૪-૫ ચેરી ટામેટા, ૧/૨ ચમચી સરસવ ના બીજ,૧૦-૧૫ લીમડાના પાન, ૧ ચમચી સરકો, ૧ ચમચી ખાંડ, મીઠું અને મરી સ્વાદ મુજબ.

નોંધ: – બધી સામગ્રીને સરખી રીતે પીસી લો.

રીત:

એક કડાઈ મા તેલ ગરમ કરો અને તેમાં સરસવ ના બીજ, લીમડાના પાન, આદુ, લસણ વગેરે નાખો. એક વાર આ થોડું સંતળાઈ જાય પછી તેમાં ટામેટા નાખી તેને ૫ મિનિટ માટે પાકવા દો. પછી તેમાં મીઠું, સરકો, ખાંડ, લાલ મરચું અને મરી નાખો. ટામેટા ત્યાં સુધી પકાવો જ્યાં સુધી નરમ ન થાય.

Image Source

૨. આદુ અને નારિયેળ ની ચટણી:

શિયાળામાં બધી વસ્તુઓમાં નારિયેળ નો સ્વાદ લેવો ખૂબજ ગમે છે અને તેવામાં નારિયેળની ચટણી સાથે જો આદુ ભેળવવા માં આવે તો તો કઈક જુદી જ વાત છે.

સામગ્રી:

૧ કપ છીણેલું નારિયેળ, ૨ ઇંચનો આદુનો ટુકડો છીણેલો, ૩ લીલી મરચી, ૧ ચમચી આમલીનો પલ્પ, મીઠું સ્વાદ મુજબ, ૧ ચમચી નારિયેળનું તેલ.

રીત:

બધી વસ્તુઓને એકસાથે પીસી લો. ત્યારબાદ નારિયેળનું તેલ ભેળવો. આમાં ઇચ્છો તો લીમડાના પણ અને સરસવ ના તેલનો વઘાર પણ કરી શકો છો.

Image Source

૩. ધાણા અને આમળાં ની ચટણી:

તમે ધાણા અને ફુદીનાની ચટણી ઘણીવાર ખાધી હશે, પરંતુ શું તમે ધાણા અને આમળાંની ચટણી વિશે સાંભળ્યું છે?

સામગ્રી:

૧ આમળું, મુઠ્ઠી ભરીને ધાણા, ૧ ચમચી જીરૂ, ૩ લીલી મરચી, મીઠું સ્વાદ મુજબ, આદુનો એક નાનકડો ટુકડો.

રીત:

આ ચટણી બનાવવી ખૂબ જ સરળ છે. ફક્ત તમારે બધી જ વસ્તુઓને એકસાથે પીસી લેવાની છે. તમારું કામ થઈ ગયું. આમાં સંપૂર્ણ ખટાશ હશે અને જો તમે ઈચ્છો તો ઉપરથી સંચળ, લાલ મરચું વગેરે ભેળવી શકો છો.

આ ત્રણેય ચટણીઓ ખૂબ જ સરળતાથી બની જશે અને તમારો વધારે સમય પણ નહિ લે. આને તમે તમારી રીતે બનાવો અને આ બધી આરામથી ફ્રીઝ માં સાચવી શકાય છે. તો પછી રાહ કોની જુઓ છો ચટણીઓ બનાવો અને ખાઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *