લગભગ દરેક લોકોને ચાટ તો ભાવતું જ હોઈ છે. નાનાથી લઈ મોટા દરેક લોકોને ચટપટુ ખાવાની ઈચ્છા થતી જ હોઈ છે. તેમાય સમોસા-કચોરી હોય તો મજા આવી જાય. રાજ કચોરી પણ તેમાંથી જ એક છે. જે કોઈ પણ હોટેલમાં સરળતાથી મળી રહે છે. મોંમાં પાણી લાવી દે તેવી આ કચોરી ઘરે સરળતાથી બનાવી શકાય છે.આવો જાણી લઈએ તેની રેસીપી ..
સામગ્રી
- 200 ગ્રામ મેંદો
- 2 ચમચી ઘી
- 1 ચમચી સોજી
- 1 ચમચી મકાઈનો લોટ
સર્વિંગ માટે
- 1/2 કપ દહીં
- 4 ચમચી ગ્રીન ચટણી
- 1 ચમચી ચાટ મસાલો
- 1 સમારેલું લીલું મરચું
- 1 કપ સેવ
- 4 ચમચી ખજૂર-આંબલીની ગળી ચટણી
- 2 ચમચી સમારેલી કોથમીર
- 3 ચમચી સમારેલી ડુંગળી
- 1 કપ તીખી બૂંદી
સ્ટફિંગ માટે
- 1 કપ તેલ
- 1/2 કપ પલાળેલી મગની દાળ
- 1 ચમચી જીરું
- 1 ચમચી સૂકા ધાણા
- 1 ચમચી લાલ મરચું પાઉડર
- 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ
- 1 ચમચી આદુની પેસ્ટ
- 1 ચમચી બેસન
- ચપટી હીંગ
- સ્વાદાનુંસાર મીઠું
image source
સૌથી પહેલા એક બાઉલ લો. તેમાં મેંદો, મકાઈનો લોટ અને સોજી લઈને મિક્સ કરો. બાદમાં તેને ઘીનું મોણ આપો. હવે તેમાં થોડું-થોડું પાણી રેડતા જઈને સોફ્ટ કણક બાંધી લો. આ કણકને કપડાથી ઢાંકીને થોડીવાર રેસ્ટ આપો.
એક પેનમાં તેલ લો. તેલ ગરમ થાય એટલે પલાળેલી મગની દાળને તેમાં તળી લો. હવે એક મિક્સર જાર લો. તેમાં મગની દાળ, જીરું, હીંગ, આદુની પેસ્ટ, બેસન, મીઠું, સૂકા ધાણા, લાલ મરચું પાઉડર અને લીલા મરચાની પેસ્ટને લઈને ક્રશ કરી લો. એકદમ બારીક ક્રશ ન કરવું. તો તૈયાર છે સ્ટફિંગ. બનાવેલી કણકમાંથી મીડિયમ સાઈઝની પૂરી વણી લો. તેમાં તૈયાર કરેલું સ્ટફિંગ ભરીને ફરીથી પૂરી વણી લો.એક પેનમાં તેલ ગરમ કરો. આ કચોરીને તેમાં ગોલ્ડન બ્રાઉન કલરની થાય તેવી તળી લો. આ રીતે બધી કચોરી તળી લો.
એક સર્વિંગ પ્લેટ લો. તેમાં કચોરી લઈને વચ્ચે કાણું પાડી લો. બાદમાં તેમાં ઉપરથી દહીં, લીલી ચટણી, ગળી ચટણી પાથરો. હવે તેમાં સમારેલું લાલ મરચું, સેવ, સમારેલી કોથમીર, સમારેલી ડુંગળી અને તીખી બૂંદી ઉમેરો. ઉપરથી ચાટ મસાલો સ્પ્રિંકલ કરીને સર્વ કરો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ફૂડ ” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktFood Team