ખાટા મીઠા સ્વાદ નું કમરક જેને આપણે સ્ટાર ફ્રૂટ પણ કહીએ છીએ. સાથે જ લીલા અને પીળા રંગ ના કમરક થી આપણે ચટણી અને લોંજી બનાવી શકીએ છીએ. તે ખાવા માં ન તો ફક્ત સ્વાદિષ્ટ છે પણ તેને ઘણા દિવસ સુધી સ્ટોર પણ કરી શકાય છે. જો તમારી પાસે શક નથી તો તમે આની ચટણી પણ ખાઈ શકો છો. ચાલો જાણીએ કમરક ની ચટણી અને લોંજી કેવી રીતે બનાવી શકાય?
તેની રેસીપી ખૂબ જ આસન છે. અને તેને બનાવા માટે વધુ વસ્તુ ની જરૂર પણ નથી પડતી. તમને જણાવી દઈએ કે શિયાળા માં થતી બીમારી ઓ થી બચવા માટે કમરક ખૂબ જ ફાયદાકારક છે. આ ફળ ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે.
કમરક ની ચટણી અને લોંજી બનાવાની રીત
સામગ્રી
- લાલ મરચું પાવડર
- જીરું
- આદું
- ગોળ
- લીલું મરચું
- કોથમીર
- વરિયાળી
- મીઠું
વિધિ
Step 1
સૌથી પહેલા ચટણી બનાવા માટે કમરક ને ધોઈ ને નાના નાના ટુકડા માં કાપી લો. હવે મિક્સર માં ઉપર દર્શાવેલ બધી જ વસ્તુ ઓ(ગોળ સિવાય) નાખી દો.
Image by christian ananta from Pixabay
Step 2
હવે તેને એક વાર મિક્સ કર્યા પછી ફરી થી તેમાં ગોળ ઉમેરી ને દળી લો. આ રીતે કમરક ની ચટણી તૈયાર છે.
કમરક ની લોંજી
Step 1
કમરક ની લોંજી બનાવા માટે કમરક, તેલ,જીરું, મેથી ના દાણા,ધાણા જીરું,ગરમમસાલો,વરિયાળી,મીઠું,ખાંડ, લાલ મરચું પાવડર અને હળદર ની આવશ્યકતા છે.
Image by Gundula Vogel from Pixabay
Step 2
કમરક ની લોંજી બનાવા માટે કમરક ને ધોઈ ને નાના નાના ટુકડા માં કાપી લો.
Step 3
હવે કઢાઈ ને ગેસ પર મૂકો અને તેમાં તેલ ગરમ કરવા મૂકો. હલકું ગરમ થઈ જાય એટલે જીરું, મેથી, અને હિંગ નાખો. જ્યારે તે થોડું શેકાઈ જાય ત્યારે તેમાં
Step 4
ધાણા જીરું,અને હળદર નાખો. હવે તેમાં કાપેલા કમરક નાખી દો. થોડી વાર તેને ગેસ પર રહેવા દો અને સારી રીતે શેકો. તેને ઢાંકી ને 4-5 મિનિટ સુધી પકાવો.
Step 5
પછી ઢાંકણું ખોલી ને તેમાં એક કપ પાણી, જરૂરત મુજબ ખાંડ, મીઠું અને ગરમ મસાલો નાખો. હવે તેમાં થોડો ઉકાળ આવો દો અને 6-7 મિનિટ સુધી પકાવો.
Step 6
ધ્યાન રહે કે તેને ધીમા તાપે જ પકાવો. 6-7 મિનિટ માં કમરક ની લોંજી તૈયાર. તેને પરાઠા કે રોટલી સાથે સર્વ કરો.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Faktfood Team