લીલા વટાણા ની એક એવી રેસીપી બતાવશું કે જલ્દી થવાની સાથે જ ચટાકેદાર પણ બનશે. તમે તેને સવાર ના નાસ્તા માં પણ લઈ શકો છો.
ઉનાળા ની ઋતુ સિવાય શિયાળા ની ઋતુ માં ખાવા માટે ઘણી વેરાઇટી મળી રહે છે. એમાં કેટલીક શાકભાજી તો એવી છે કે જે 12 મહિના સુધી મળે છે . પણ તેનો ખરો સ્વાદ તો શિયાળા માં જ આવે છે. તેમા એક એવી જ વસ્તુ છે લીલા વટાણા. લીલા વટાણા માં વિટામિન એ, સી, બી અને એંટિ ઓક્સિડેંટ અને મેગનેસિયમ જેવા પોષક તત્વો ભરપૂર હોય છે. આ બધા જ સ્વાસ્થ્ય માંટે જરુરી છે. શિયાળા માં લોકો ઘણી શાકભાજી તેને નાખી ને ખાય છે અને સાથે જ તેનો પુલાવ પણ બનાવી ને તેનો આનંદ લે છે. પણ આજે તમને લીલા વટાણા ની એક એવી રેસીપી જાણવા ના છીએ એક દમ ટેસ્ટી પણ છે અને જલ્દી બની પણ જાય છે. તમે તેને બ્રેકફાસ્ટ માં પણ ઉપયોગ માં લઈ શકો છો.
ફ્રાય લીલા વટાણા બનાવા ની રીત
- લીલા વટાણા
- જીણા જીણા કાપેલ આદું
- કોથમીર
- મરી પાવડર
- જીણા કાપેલ લીલા મરચાં
- જીરું
- મીઠું
- તેલ
બનાવાની વિધિ
સૌથી પહેલા તો લીલા વટાણા ને પાણી થી ધોઈ લો. હવે કઢાઈ માં તેલ નાખો અને ધીમા તાપે ગરમ કરો. તેલ ગરમ થતાં જ તેમ જીરું નાખી ને સાંતળતા તેમા લીલા વટાણા નાખો. હવે તેને બરાબર મિક્સ કરો તેમા આદું નાખો. પછી તેમા મરી પાવડર અને લીલા મરચાં જીણા સમારેલા નાખો. તેમા સ્વાદનુસાર મીઠું નાખો. હવે તેને એક થાળી થી ઢાંકી દો. લગભગ 5 મિનિટ પછી તમે જોશો કે વટાણા ચઢવા લાગશે. હવે તેમા કોથમીર નાખો અને ફરી થી હલાવી ને તેને ઢાંકી દો. થોડા સમય પછી તમે તેને ચેક કરી શકો છો કે તે ચઢ્યા છે કે નહીં જેવા જ વટાણા ચઢી જાય તેવો જ ગેસ બંધ કરી ને સર્વ કરો. તમારા ફ્રાય વટાણા તૈયાર છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team