કોરોના ના ને કારણે લોકો ભલે બહાર નું ખાવા નું ઓછું પસંદ કરતાં હશે, પણ ઘર માં નવી નવી વસ્તુ ટ્રાય કરતાં રહેવું. પિઝા એક એવી વસ્તુ છે કે તમે તેને ઘર માં પણ બનાવી શકો છો. અને તેની માટે અધિક સમગ્રી ની જરૂર પણ નથી પડતી. તમે ઘણા પ્રકાર ના પિઝા ખાધા હશે પણ કડી ફ્રેંચ ફ્રાઇસ પિઝા ખાધા છે.?
ચાલો જાણીએ તેને બનાવા ની રીત
ફ્રેંચ ફ્રાઇસ પિઝા બનાવા ની રીત
સામગ્રી
- 2 ચમચી સોજી
- 1 ચમચી ખાંડ
- અડધો કપ પાણી
- 300 gm મેદો
- મીઠું સ્વાદનુસાર
- 2 બટાકા
- થોડું સોસ
- તેલ
- પિઝા ચીજ
- ઓરેગાનો
- ચિલ્લી ફ્લેક્સ
- બટર પેપર
વિધિ
>> ફ્રેંચ ફ્રાઇસ પિઝા બનાવા માટે સૌથી પહેલા તેનો બેસ તૈયાર કરવો. જેના માટે એક બાઉલ માં સોજી, ખાંડ,અડધો કપ પાણી, નાખી ને મિક્સ કરો. હવે તેમાં મેદો નાખો. તેને લોટ ની જેમ બાંધી લો. થોડા સમય માટે તેને ઢાંકી ને રાખી દો. જ્યાં સુધી તમારો પિઝા નો બેસ તૈયાર થાય છે ત્યાં સુધી ફ્રેંચ ફ્રાઇસ બનાવી લો. તેની માટે 2 બટાકા ને ફ્રેંચ ફ્રાઇસ ની જેમ લાંબા લાંબા કાપી લો અને ગરમ પાણી માં પલાળી ને રાખો. ગરમ પાણી માંથી કાઢ્યા પછી તેને સુકાવી દો. હવે એક કઢાઈ માં તેલ ગરમ કરો.
>> હવે ફ્રેંચ ફ્રાઇસ ને તળી લો. થોડા સમય પછી તેને ફરી થી કઢાઈ માં નાખો અને ડીપ ફ્રાય કરો. પિઝા માટે તમારી ફ્રેંચ ફ્રાઇસ તૈયાર છે.
હવે પિઝા માટે તમારે રોટલી જેમ વણી ને તેની પર રેડ સોસ લગાવો. આખા બેસ પર રેડ સોસ લગાવ્યા પછી પિઝા ચીસ લગાવો. સોસ લગવ્યા પછી ફ્રેંચ ફ્રાઇસ નાખો અને ફરી થી તેના પર ચીસ લગાવો.
>> હવે તેની પર ઓરેગાનો અને ચિલ્લી ફ્લેક્સ નાખો. જો તમારી પાસે ઓવન છે તો તમે તેમાં તેને 15 મિનિટ સુધી રાખી ને પકવી શકો છો.
જો તમારી પાસે ઓવન નથી તો એક કઢાઈ માં તેલ લગાવો તેની પર બટર પેપર મૂકો અને પછી પિઝા ને તેની પર મૂકો. લગભગ 10 મિનિટ પછી તમારો પિઝા તૈયાર થઈ જશે. કઢાઈ માંથી કઢી ને તેના 4 ભાગ કરી લો અને પછી સોફ્ટ ડ્રિંક સાથે સર્વ કરો.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Faktfood Team