દેશ ભરમાં નાના-મોટા ઘરનાં ફંક્શન કે તહેવારો પર બનનાર સાધારણ, પરંતુ સ્પેશિયલ મિઠાઈ છે ‘નારિયેળ બરફી’. ખાંડ, દૂધ અને નારિયેળનો સ્વાદ કંઇક એવો જામે છે કે આ મિઠાઈને ચાખનાર આંગળીઓ ચાટતા રહી જાય છે.
જો તમને નારિયલ ખાવું પસંદ હોય તો તમને નારિયલ બરફી પણ ખુબ પસંદ આવશે. તમે આ મીઠાઈને કોઈપણ તહેવારમાં જાતેજ બનાવી શકો છો. આ ઉપરાંત તેને ૧૫ દિવસ સુધી ફ્રીજમાં રાખીને મહેમાનોને પણ ખવડાવી શકો છો. તો ચાલો બનાવીએ નારિયલ બરફી.
સામગ્રી –
- ૩ કપ તાજું નારિયલનું છીન
- ૪૦૦ ગ્રામ દૂધ
- ૧/૨ ખાંડ
- ૧ ચમચી ઇલાઇચી પાવડર
- ૫ ટો સ્પુન ધી
- ૧ કપ કતરેલી બદામ
બનાવવાની રીત
- સૌ પ્રથમ એક મોટા પેનને ગરમ કરો અને તેમાં છીણેલુ નારિયેળ, દૂધ અને ખાંડ મિક્સ કરો.
- તેને ત્યાં સુધી હલાવતા રહો જ્યાં સુધી દૂધ અડધું ન રહી જાય કે પછી થોડું પણ ઘટ્ટ ન થાય.
- ત્યારબાદ તેમાં ઘી નાખો અને ત્યાં સુધી થવા દો જ્યાં સુધી ધી છુટ્ટુ ન પડે.
- ત્યારબાદ તેમાં ઇલાઇચી પાવડર નાખો અને મિક્સ કરીને ગેસ ફ્લેમ બંધ કરી દો.
- ત્યારબાદ એક થાળી લો અને તેમાં બધી સામગ્રી નાખીને તેના પર કતરેલી બદામ ભભરાવો.
- જયારે નારિયેળની બરફી ઠંડી થઇ જાય ત્યારે તમારા મનપસંદ આકારમાં કાપી લો અને સર્વ કરો કે પછી ડબ્બામાં પેક કરીને મૂકી દો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team