મકર સંક્રાંતિ કેમ મનાવવામાં અને તે દિવસે કેમ વહેચવામાં આવે છે ખીચડી, જાણો તેની પાછળનું ધાર્મિક મહત્વ


વર્ષ 2022 નો પહેલો તહેવાર મકરસંક્રાંતિ છે. અને આ દિવસે સૂર્યદેવ ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે. તેથી જ તેને મકરસંક્રાંતિના નામથી જાણવામાં આવે છે. આ વખતે મકરસંક્રાંતિ 14 જાન્યુઆરી શુક્રવારના દિવસે મનાવવામાં આવશે, અને આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાનું તથા દાન કરવાનું વિશેષ મહત્વ છે.

મકરસંક્રાંતિના દિવસે ગોળ, ઘી, મીઠું, અને તલ સિવાય કાળા અડદની દાળ, ચોખા વગેરેનું પણ દાન કરવામાં આવે છે. અને એટલું જ નહીં આ દિવસે ઘરમાં પણ અડદના દાળની ખીચડી બનાવીને તેનું સેવન કરવામાં આવે છે. તથા ઘણી બધી જગ્યાઓએ આ પર્વને ખીચડીના નામથી પણ જાણવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ખીચડી બનાવીને ખાવાથી તથા તેનું દાન કરવાથી સૂર્ય દેવ તથા શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. આવો જાણીએ આ તહેવાર ઉપર ખીચડીની મહત્વતા વિશે.


ખીચડીની પ્રચલિત કથા
ખીચડી બનાવવાની તથા તેને ખાવાની અને દાન આપવાની પ્રથા બાબા ગોરખનાથના સમયથી શરૂ થઈ હતી. ખીચડી ને લઈને પ્રથા છે કે જ્યારે ખીલજી ના આક્રમણ દરમિયાન ગોરખનાથને ભોજન કરવાનો સમય મળ્યો ન હતો અને તે જ કારણે તે લડાઈ માટે ભૂખ્યા જ ગયા હતા, ત્યારે બાબા ગોરખનાથ નાથે દાળ, ચોખા અને શાકભાજીને ભેગી કરીને બનાવવાની સલાહ આપી. જલ્દી બનતી ખીચડી થી બધાનું પેટ પણ ભરાઈ ગયું હતું અને તે ખૂબ જ પૌષ્ટિક પણ હતી.

બાબા ગોરખનાથે તેનું નામ ખીચડી રાખ્યું, અને ત્યારબાદ ખીલજીથી મુક્ત થયા પછી મકરસંક્રાંતિના દિવસે યોગીઓ એ ઉત્સવ મનાવ્યો અને લોકોમાં ખીચડી વહેંચી. તે સમયથી મકરસંક્રાંતિના દિવસે ખીચડી બનાવવાની પ્રથાની શરૂઆત થઈ છે. એટલું જ નહીં આ દિવસે ગોરખપુરના બાબા ગોરખનાથ મંદિરમાં ખીચડી મેળો લગાવતા હતા, અને તેની સાથે બાબા ગોરખનાથને આ દિવસે ખીચડી નો ભોગ લગાવવામાં આવતો હતો.


આ છે ધાર્મિક મહત્વ
મકરસંક્રાંતિના દિવસે એવું માનવામાં આવે છે કે આ દિવસે સૂર્ય દેવ પોતાના પુત્ર શનિના ઘરમાં જાય છે. જોકે શાસ્ત્રમાં અડદની દાળને શનિદેવથી સંબંધિત માનવામાં આવ્યો છે. એવામાં આ દિવસે અડદના દાળની ખીચડી ખાવાથી અને તેનું દાન કરવાથી સૂર્યદેવ અને શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. તેની સાથે જ ચોખાને ચંદ્ર નો કારક, અને મીઠાને શુક્રનો, અને હળદરને ગુરુ બૃહસ્પતિનો, તથા લીલી શાકભાજીને બુધનો કારક માનવામાં આવે છે. ત્યાજ ખીચડીની ગરમીથી તેનો સંબંધ મંગળથી જોડાય છે. તેથી જ મકરસંક્રાંતિના દિવસે ખીચડી ખાવાથી કુંડળીમાં દરેક પ્રકારના ગ્રહોની સ્થિતિમાં સુધારો આવે છે.

અહીં આપેલ સુચના માત્ર માન્યતા અને જાણકારી ઉપર આધારિત છે.અહીં તે કોઈપણ પ્રકારની માન્યતા અને જાણકારીની પુષ્ટિ કરતું નથી. તેને અમલમાં લાવતા પહેલા વિશેષજ્ઞની સલાહ લો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *