ઉતરાયણના દિવસે કરવા જેવી આ 11 વસ્તુઓનું દાન, જેનાથી નહિ થાય ધન સંપતિની ઉણપ

  • by


સૂર્ય દેવ એક રાશિમાથી બીજી રાશિમાં પ્રવેશ કરે તેને સંક્રાંતિ કેહવાય છે. જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને મકર સંક્રાંતિ કેહવાય છે. મકર સંક્રાંતિ પર સૂર્ય દેવની પૂજાનું ખાસ મહત્વ છે. સાથેજ આ તેહવાર પર પતંગ ઉડાડવાની પણ પરંપરા છે. આ વખતે 14 જાન્યુઆરીના દિવસે શુક્રવારે મકર સંક્રાંતિ મનાવવામાં આવશે. આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી લાભ થાય છે.

પોષ માસના શુક્લ પક્ષની દ્વાદશી તિથિ 14 જાન્યુઆરીના દિવસે શુક્રવારે મકર સંક્રાંતિ મનાવવામાં આવશે. આ દિવસે સૂર્ય ધન રાશીથી નીકળીને મકર રાશિમાં લગભગ એક મહિના માટે આવે છે. આ વખતે સૂર્ય મકર રાશિમાં બપોરે 2 વાગ્યે 29 મિનિટ પર ગોચર થશે. સંક્રાંતિ પર સ્નાન અને દાનનું વિશેષ મહત્વ છે. માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલ દાનથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. ચાલો જાણીએ કે આ દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવે છે.

આ વસ્તુઓનું દાન કરો
1. તલ
મકર સંક્રાંતિ પર તલનું દાન કરવું શુભ માનવામાં આવે છે. તલનું દાન કરવાથી શનિ દેવ પ્રસન્ન થાય છે.


2. ખીચડી
મકર સંક્રાંતિના દિવસે ખીચડી ખાવી જેટલી શુભ છે, તેટલું જ તેનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે.


3. ગોળ
આ દિવસે ગોળનું દાન કરવું પણ શુભ મનાય છે, ગોળનું દાન કરવાથી સૂર્ય દેવની કૃપા પ્રાપ્ત થાય છે.


4.તેલ
આ દિવસે તેલનું દાન કરવું પણ શુભ હોય છે, તેમ કરવાથી શનિદેવના આશીર્વાદ મળે છે.


5. અનાજ
મકર સંક્રાંતિના દિવસે પાંચ પ્રકારના અનાજનું દાન કરવાથી દરેક પ્રકારની મનોકામના પૂરી થાય છે.


6. ઘી
આ દિવસે ઘીનું દાન કરવાથી કરિયરમાં સફળતા મળે છે.


7. રેવડી
મકર સંક્રાંતિના દિવસે રેવડીનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે.


8. મીઠું
આ દિવસે મીઠાનું નવું પેકેટ લઈને દાન કરો, તેનાથી શુક્ર મજબૂત થાય છે.


9. ધાબળો
આ દિવસે ધાબળાનું દાન કરવું શુભ હોય છે, તેનાથી રાહુ અને શનિ શાંત થાય છે.


10. ઘાસ
આ દિવસે ગાયને લીલું ઘાસ ખવડાવવું શુભ માનવામાં આવે છે.


11. નવા કપડા
આ દિવસે ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને નવા કપડા દાન કરવા જોઈએ.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *