હાલના સમયમાં કોરોના એ લોકોને પોતાના ફેફસાને સ્વસ્થ રાખવા માટે જાગૃત કર્યા છે. એ જ કારણ છે કે ઘણા બધા લોકો અત્યારના સમયમાં પોતાના ફેફસાને મજબૂત અને સ્વસ્થ બનાવવા માટે, detoxify કરવા માટે અલગ-અલગ પ્રકારના ઉપાય અજમાવે છે. જો તમે આ દિવસોમાં પણ ધૂમ્રપાન કરો છો, પ્રદૂષણના નિયમિત સંપર્કમાં આવતા હોવ, કમજોર શ્વાસોશ્વાસની પ્રક્રિયા અને અસ્થમાની સમસ્યા હોય તો ફેફસાનું વિશેષરૂપે ધ્યાન રાખવું જરૂરી બને છે.
ભલે માર્કેટમાં એવા ઘણા બધા ઉપાયો ઉપલબ્ધ છે જે ફેફસાને મજબૂત કરવાનો દાવો કરે છે પરંતુ, ઘરગથ્થુ ઉપચાર કરવા ફાયદાકારક રહે છે. જો તમે પણ તમારા કામ જોસેફ અને સ્વસ્થ અને મજબૂત કરવા માંગતા હોવ, એને ડિટોક્સિફાય કરવા માંગતા હોવ તો આ સસ્તા ઘરગથ્થુ ઉપચાર અપનાવવા જોઈએ. જે અસરકારક સાબિત થાય છે.
1. સ્ટીમ થેરાપી
સ્ટીમ એટલે વરાળ. સ્ટીમ એક એવી એક એવી પ્રક્રિયા છે જેનાથી વાયુ માર્ગ ખૂલે છે. ઉપરાંત ફેફસામાં જમા થયેલા કફને પણ દૂર કરે છે. જો તમને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય કે પછી ઠંડી અથવા શુષ્ક ઋતુમાં સમસ્યા થતી હોય તો વાયુ માર્ગની મ્યુકેસ મેમ્બરેન સુકાઈ જાય છે. જેનાથી લોહીનો પ્રવાહ પ્રતિબંધ થાય છે. એવી સ્થિતિમાં સ્ટીમ લેવાથી ભેજ બની રહે છે. જે શ્વાસને સુધારે છે. અને તાત્કાલિક રાહત અપાવે છે. જેના કારણે શ્વાસ લેવો સરળ બને છે.
2. ગ્રીન ટી
જો વાત ફેફસાની આવે તો, ગ્રીન ટી ફેફસા માટે ખૂબ જ ફાયદાકારક છે. ગ્રીન ટીમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ ફેફસા માટે ખૂબ જ ફાયદાકારક છે ઉપરાંત સોજા ઓછા કરવા માટે પણ મદદરૂપ થાય છે. પ્રદૂષણથી અને ધુમાડાના કારણે ફેફસાં અને જે હાનિકારક નુકસાન પહોંચે છે. એમાં ગ્રીન ટીનું સેવન કરવું ફાયદાકારક બને છે.
3. આહારને સંતુલિત રાખો
તમારા ફેફસા ત્યારે સ્વસ્થ રહેશો તમે એને પર્યાપ્ત માત્રામાં પોષણ આપશો. હા, જો તમે સંતુલિત આહાર લેશો તો એમાં રહેલાં પોષક તત્વ તમારા ફેફસાંને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. સંતુલિત આહારમાં રહેલાં પોષક તત્ત્વો અને વિટામિન્સ મન અને શરીર બંને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે.
4. નિયમીત રુપે કસરત કરવી જોઈએ
નિયમીત રુપે કસરત કરવી એ સ્વસ્થ જીવનનો એક ભાગ છે. યોગ્ય પ્રકારની કસરત કરવાથી ફેફસાંને લગતી સમસ્યાઓમાં રાહત મળે છે. પરંતુ એના માટે પહેલા નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team