હિંદુ સનાતન ધર્મમાં તુલસીના પાનનું એક વિશેષ મહત્વ છે લગભગ દરેક પૂજા અને હવનમાં તુલસીના પાનનો પ્રયોગ થાય છે અને પ્રત્યેક હિન્દુ ધર્મના પરિવારમાં તુલસીના છોડની ઉપસ્થિતિ જોવા મળે છે જેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ રહે છે અને તુલસીનું નિયમિત રૂપે પૂજા અને તેની સારસંભાળ થાય છે તેની સાથે જ હિન્દુ ધર્મની ઘણી બધી માન્યતાઓ અને કથાઓ પણ તુલસીથી જોડાયેલી છે.
તુલસી નુ ધાર્મિક અને સ્વાસ્થ્ય સંબંધિત ફાયદા સિવાય પણ તેના પાણીનું એક વિશેષ મહત્વ છે. તુલસીના પાન નાખીને બનાવેલું પાણી પવિત્ર માનવામાં આવે છે. અને તેના ઉપાયથી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે તો જાણીએ તુલસીના પવિત્ર પાણીથી થતા અમુક ઉપાયો જે તમારા જીવનને સુખી અને સમૃદ્ધશાળી બનાવશે.
ઘરે કરો છંટકાવ
રાત્રે તુલસીના પાનને પાણીમાં પલાળીને રાખો ત્યારબાદ સવારે શુદ્ધ જળનો છંટકાવ ઘરમાં સવારે અને સાંજે પૂજા દરમિયાન કરવો જોઈએ તેનાથી ઘરમાં પવિત્રતા આવે છે અને ઘરના મંદિર અને દરેક ખૂણામાં તુલસીના પાણીનો છંટકાવ કરવાથી ઘરમાંથી નકારાત્મક શક્તિ દૂર થાય છે અને સકારાત્મક ઊર્જાનો પ્રસાર થાય છે.
કાન્હાજીને સ્નાન કરાવો
ભગવાન શ્રીકૃષ્ણને તુલસીજી ખૂબ જ પ્રિય હતા તેથી જ તુલસીજીને પલાળીને મૂકેલ પાણીથી કાનજીને સ્નાન કરાવવાથી શ્રીકૃષ્ણની વિશેષ કૃપા રહે છે અને જો તમે પણ ભગવાન કૃષ્ણને પ્રસન્ન રાખવા માંગો છો તો તુલસીના પાણીથી તેમને જરૂરથી સ્નાન કરાવો.
બિઝનેસ અને નોકરીમાં મેળવો સફળતા
જો તમે બિઝનેસ અથવા નોકરીમાં અસફળતા આવવાથી તકલીફમાં છો તો તુલસીનું પાણી તમારી દરેક સમસ્યાને હલ કરી શકે છે તુલસીના પાનને બે થી ત્રણ દિવસ સુધી પાણીમાં પલાળીને રાખો ત્યારબાદ પાણીનો છંટકાવ તમારા બિઝનેસ કાર્યાલય ઓફિસ ફેક્ટરી દુકાન અથવા તમારા ટેબલની આસપાસ કરો તેનાથી નકારાત્મક અને અશુભ શક્તિઓ તમારા કામની જગ્યાએથી દૂર થઈ જશે અને તેની સાથે જ સકારાત્મક શક્તિ આવવાથી આગળ વધવાના રસ્તા પણ ખુલશે.
બીમારીઓથી મળશે મુક્તિ
જો તમારા ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર છે અથવા વારાફરતી દરેક વ્યક્તિ બીમાર થઈ રહ્યા છે તો તુલસીને પલાળીને મુકેલા પાણીનો છંટકાવ બીમાર વ્યક્તિ ઉપર સવારે અને સાંજે પૂજાના સમયે કરવો જોઈએ તેનાથી સ્વાસ્થ્યને હાનિ પહોંચતી શક્તિઓનો નાશ થાય છે અને વ્યક્તિને ખૂબ જ સારું લાગે છે તેની સાથે જ તુલસી નું પાણી ઉકાળીને નિયમિત રૂપે પીવાથી પણ ઘણા બધા પ્રકારના શારીરિક રોગ દૂર રહે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team