ઈલાયચી ના સ્વાદ વાળી અને ડ્રાયફ્રૂટ વાળી બાસુંદી એક જોરદાર મીઠાઇ છે. તે કેલેરી થી ભરપૂર અને મીઠું જાડું દૂધ છે. જેને ફૂલ ફેટ વાળા દૂધ થી બનાવા માં આવે છે. તેને ગુજરત, મહારાષ્ટ્ર અને બીજા ઘણા રાજ્યો માં પૂરી સાથે ખાવા માં આવે છે. પરંતુ તમે તેને કોઈ પણ સમયે ખાઈ શકો છો. તમે મહેમાન ને પણ ડિનર માં કઈક મીઠાઇ આપવા માંગો છો તો બાસુંદી ને તમે ઘરે સરળતા થી બનાવી શકો છો.
સામગ્રી
- 1 લિટર ફૂલ ફેટ દૂધ
- ¼ કપ ખાંડ
- ¼ ચમચી ઈલાયચી પાવડર
- 5-7 નંગ બદામ(લાંબી કાપેલ)
- 4 પિસ્તા (લાંબા કાપેલ)
- 4-5 કેસર ના દોરા(સજાવા માંટે)
વિધિ:
- એક જાડા તળિયા વાળી નોન સ્ટિક કઢાઈ લો. હવે તેમા દૂધ નાખો. તેને ધીમા તાપે ઉકળવા મૂકો.
- જ્યારે દૂધ ઉકળવા લાગે ત્યારે ગેસ ધીમો કરી દો. અને દૂધ ઉકળી ને અડધું થાય તેટલું રાખવું. તેને ચમચા થી વચ્ચે વચ્ચે હલાવતા રહેવું.
- તેમા ઈલાયચી પાવડર અને ખાંડ નાખો.
- તેને ધીમા તાપે 5 મિનિટ સુધી પકાવો.
- ગેસ બંધ કરી દો. તેને એક સર્વિંગ બોલ માં કાઢી લો. તેમા બદામ, પિસ્તા, અને કેસર થી સજાવી લો. તેને તમારી પસંદ ના અનુસાર ગરમ કે ઠંડી પરોસો.
વિવિધતા
- સારા રંગ અને ખુશ્બુ માંટે સ્ટેપ 3 માં કેસર નાખી શકો છો.
- બાસુંદી બનાવા માંટે પાતળી કઢાઈ ન લેવી. નહીં તો દૂધ બળી જશે. અથવા તો દૂધ કઢાઈ ને ચોટી જશે.
- તમને જેટલું સ્વીટ પસંદ હોય એટલી ખાંડ નાખવી.
- સ્વાદિષ્ટ સીતાફળ બાસુંદી બનાવા માંટે તેમા 1 કપ સીતાફળ નું પલ્પ નાખો. અને સારી રીતે મિક્સ કરો.
સ્વાદ:
- મીઠો અને સ્વાદિષ્ટ
પીરસવાની રીત:
આમ તો ઠંડી બાસુંદી, ભારત માં દિવાળી માં મીઠાઇ તરીકે કે પછી લંચ કે ડિનર માં ખાઈ શકાય છે. આમ તો ઘણા બધા વિકલ્પ છે કે જેમા ઠંડુ કે ક્રીમી દૂધ ખાવા માં આવે છે. જેમ કે, પાયસમ, ખીર, ગાજર નો હલવો,સેમિયા ખીર જેવી સ્વાદિષ્ટ મીઠાઇ બનાવા માંટે દૂધ ની બદલે બાસુંદી નો ઉપયોગ કરો. તેને હોમમેડ કુલફી બનાવા માંટે પણ ફ્રીજ માં મૂકી શકો છો. આ ઉપરાંત, તેનો ઉપયોગ ગુલાબ જાંબુ અને રસ મલાઈ માં તેનો ઉપયોગ સિરપ ની જેમ પણ કરી શકો છો.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team