સેઝવાન ફ્રાઇડ રાઇસ કેવી રીતે બને છે ચાલો જાણીએ તેની રીત.
સેઝવાન ફ્રાઇડ રાઇસ એક ચાઈનીસ રેસીપી છે, પરંતુ હવે ભારતના લોકો પણ તેને પસંદ કરી રહ્યા છે. કારણ કે તે નાસ્તા માટે લંચ અને ડિનર માંટે સારું છે. તેને બનાવવા માટે ખૂબ જ ઓછો સમય લાગે છે અને તે સ્પાયસિ અને ટેસ્ટી પણ હોય છે. તમે બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો.
ફ્રાઇડ રાઇસ પણ ઘણા પ્રકારે બનાવવામાં આવે છે, જેમ કે: વેજ ફ્રાઇડ રાઇસ, ઇંડા ફ્રાઇડ રાઇસ, ટમેટા રાઇસ , જીરા રાઇસ વગેરે. જો તમે ચોખા ને પહેલા થી રાંધી ને રાખ્યા છે, તો સેઝવાન ફ્રાઇડ રાઇસ 10 મિનિટ માં બનાવી શકો છો.
તમે જો બેચલર કે વિદ્યાર્થી છો, તો આવા લોકો માટે આ ખૂબ જ સારી રેસીપી છે, કારણ કે તે જડપ થી તૈયાર થઈ જાય છે અને તેનો ટેસ્ટ પણ લાજવાબ છે. તો ચાલો જોઈએ કે તે કેવી રીતે બનાવવામાં આવે છે અને તેને બનાવવા માટે કઇ વસ્તુ ની જરૂર પડશે.
સેઝવાન ફ્રાઇડ રાઇસ બનાવવા માટેની સામગ્રી: –
- 90% બાફેલા ચોખા: 4 કપ
- તેલ: 25 ગ્રામ (4 ચમચી)
- બારીક કાપેલ લસણ: 1 ચમચી
- બીન્સ: 1/2 કપ
- ગાજર: 1/2 કપ
- ડુંગળી: 1/2 કપ (મોટી ડુંગળી)
- લીલા મરચા: 3
- મીઠું: 2 ચમચી (સ્વાદાનુસાર)
- જીરું પાવડર: 1/2 ચમચી
- ગરમ મસાલો: 1 ચમચી
- સોયા સોસ: 1 ચમચી
- સેઝવાન સોસ: 1 ચમચી
- ટામેટા સોસ: 2 ચમચી
- કોથમીર
સેઝવાન ફ્રાઇડ રાઇસ તૈયાર કરવાની રીત: –
- સૌ પ્રથમ, મેં ચોખાને 90% જેટલા રાંધ્યા પછી તેને પાણી માં થી બહાર કાઢી લો.
- હવે ગેસ પર કઢાઈ મૂકો અને તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીણું સમારેલ લસણ નાંખો અને થોડીવાર માટે પકાવો.
- પછી બીન્સ નાખો અને તેને 3-4 મિનિટ માટે પકાવો.
- ત્યારબાદ તેમાં ગાજર ઉમેરો અને ત્યારબાદ તેને 3-4- for મિનિટ સુધી પકાવો.
- ત્યારબાદ તેમાં બારીક સમારેલી ડુંગળી અને લીલા મરચા નાંખો અને તે સોનેરી રંગના થાય ત્યાં સુધી 3-4 મિનિટ સુધી પકાવો.
- ત્યારબાદ તેમાં જીરું પાવડર, ગરમ મસાલો અને મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો.
- ત્યારબાદ તેમાં રાંધેલા ચોખા ઉમેરો અને ત્યારબાદ તેમાં સોયા સોસ, સેઝવાન સોસ અને ટમેટા નો સોસ નાખીને બરાબર મિક્ષ કરી લો.
- પછી તેને બરાબર મિક્સ કરી લો અને 3 મિનિટ સુધી મિક્સ કરતા રાંધો.
- હવે આપણો સેઝવાન રાઇસ તૈયાર છે, તેને પ્લેટ અથવા બાઉલમાં કાઢી ને તેના ઉપર થોડી કોથમીર નાખો.
- તેને ગરમ ચટણી અથવા દહીં સાથે પીરસો.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktFood Team