જો તમે દરરોજ દાળ, ભાત અને શાકભાજી ખાઈ ને કંટાડ્યા હોવ તો આજે હું તમારા માટે ખૂબ જ સરળ રેસીપી લઈ ને આવી છું. તમે રૂટિન માં વપરાતી શાકભાજીનો ઉપયોગ કરીને તમે તેને થોડું ઇન્ટરેસ્ટિંગ બનાવી શકો છો. આજે હું અહીં પાલક પનીર પુલાવ ની રેસિપી લઈ આવી છું. જે બનાવવું ખૂબ જ સરળ છે અને તમે તેને 20-25 મિનિટમાં બનાવી શકો છો.
જો તમે ઓફિસ પર જાઓ છો અથવા કોલેજના વિદ્યાર્થી છો તો આ રેસીપી તમારા માટે ખૂબ ફાયદાકારક છે. તેથી જો તમે ખાવા નો ટેસ્ટ બદલવા માંગતા હોવ તો આ રેસીપી જરૂર થી ટ્રાય કરો.
સામગ્રી:
- બાસમતી ચોખા – 250 ગ્રામ
- પનીર – 150 ગ્રામ
- ડુંગળી (જીણી સમારેલી) – 1
- વટાણા – 1/2 કપ
- પાલક – 2 કપ (2 ટોળું)
- આદુ – 1 ઇંચ
- લસણ – 4-5
- લીલું મરચું – 2
- તેલ – 25 ગ્રામ
- જીરું – 1 ચમચી
- મોટી એલચી – 2
- નાની એલચી – 2
- તજ – 2 ઇંચ
- લવિંગ – 2
- લાલ મરચું પાવડર – 1/2 ચમચી
- હળદર પાવડર – 1/2 ચમચી
- મીઠું – 1 ચમચી (સ્વાદ માટે)
પાલક પનીર પુલાવ બનાવવાની રીત: –
- પહેલા ચોખાને ધોઈ લો અને 5 મિનિટ માંટે પાણીમાં પલાળી રાખો.
- તે દરમિયાન મિક્સર જારમાં પાલક, આદુ, લસણ અને લીલા મરચા ઉમેરીને પેસ્ટ બનાવો.
- હવે ગેસ પર પેન મૂકો અને તેમાં જીરું, મોટી એલચી, નાની એલચી, તજ નાંખો અને થોડી વાર શેકી લો.
- પછી તેમાં ડુંગળી નાંખો અને થોડી વાર શેકી લો.
- ત્યારબાદ તેમાં પાલકની પેસ્ટ નાંખો અને ત્યારબાદ તેમાં હળદર, મરચું અને મીઠું નાંખો અને થોડીવાર માટે પકાવો.
- ત્યારબાદ પનીર અને મટર નાંખીને તેને 2 મિનિટ માટે રાંધવા માંટે મૂકો.
- ત્યારબાદ તેમાં ચોખા નાખો.અને 3/2 કપ પાણી નાખીને મિક્સ કરો.
- પછી તેને 8-10 મિનિટ સુધી મધ્યમ તાપ પર રાંધો.
- ત્યારબાદ તેને હલકા હાથે હલાવો અને ફરીથી તેને ઢાંકી ને ધીમા તાપે વધુ 5 મિનિટ માટે રાંધો.
- પછી ગેસ બંધ કરો અને કાંટા વાળી ચમચી વડે હળવા હાથે હલાવો અને 10-15 મિનિટ સુધી ઢાંકી દો.
- પછી તેને પ્લેટમાં કાઢી લો અને તમારો પાલક પનીર પુલાવ તૈયાર છે.
સૂચન!: –
પુલાવ માં વધુ પાણી ન ઉમેરો, નહીં તો તે ભીના થઈ જશે અને તમારો પુલાવ સારો નહીં બને.
પુલાવ બનાવ્યા પછી તેને કાંટાવાળી ચમચી વડે હલાવો જેથી ચોખા તૂટી ન જાય.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktFood Team