જાણો એ દાળ વિશે જે વધુ પ્રખ્યાત નથી પણ, સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક, એના ફાયદા જાણીને તમે પણ ખાવા લાગશો.
કળથી ની દાળ વધુ પ્રખ્યાત નથી પરંતુ તે ગજબના ફાયદા ધરાવે છે. એ આપણને ફિટ રાખવામાં અને સ્વાસ્થ્યને સારું રાખવામાં ખૂબ જ ફાયદાકારક છે. જોકે મોટાભાગે વિવિધ પ્રકારની દાળનું સેવન બધા કરતા હોય છે અને પ્રોટીનની ઊણપને દૂર કરવા માટે દાળ ખાવામાં આવે છે. ઘણા બધા ને તો દાળ ભાત ખૂબ જ પસંદ હોય છે. ઉપરાંત માર્કેટમાં અલગ અલગ પ્રકારની દાળ મળે છે. તમને જણાવી દઈએ કે અન્ય દાળની જેમ પ્રોટીનથી ભરપૂર હોય છે. ઉપરાંત પોષક તત્વોથી ભરપુર હોય છે. તો આજે અમે તમને એના ફાયદા વિશે જણાવીશું.
કળથી ની દાળ ની ખેતી દક્ષિણ ભારતમાં મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. રિપોર્ટ પ્રમાણે કળથી ની દાળ ની ખેતી દક્ષિણ ભારતમાં થાય છે, રસમ અને સંભાર જેવી સાઉથ ઇન્ડિયન વાનગીઓ માં કળથી ની દાળ નો ઉપયોગ કરવામાં આવે છે. આછા ભૂરા રંગની હોવાની સાથે ઘણી બધી રીતે મસૂરની સાબુત દાળ જેવી દેખાય છે.
હૃદયને સ્વસ્થ રાખવા માટે કળથીની દાળ ખૂબ જ ઉપયોગી છે
કળથી ની દાળ પોષક તત્વોથી ભરપૂર છે. નિયમિત રૂપે એને ખાવાથી ઘણી બધી બીમારીઓ સામે રક્ષણ મળે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે કળથી ખૂબ જ ફાયદાકારક છે. જો ડાયાબિટીસના દર્દી કળથી ની દાળ સેવન કરે તો ખૂબ જ ફાયદો થાય છે. કળથી ની દાળ ખાવાથી બ્લડ શુગર નિયંત્રણમાં રહે છે. એટલે કે કળથી ની દાળ એ ઘણા બધા ફાયદાઓ થી ભરપૂર છે.
કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે
કળથી ની દાળ ખાવાથી કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે આ દાળ શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે. ઉપરાંત સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદરૂપ થાય છે. માટે કળથીનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે.
કબજિયાતની સમસ્યામાં ફાયદાકારક
જો તમને પણ કબજિયાતની સમસ્યા હોય તો કળથી તમારા માટે ફાયદાકારક છે. કળથી ની દાળ ભરપૂર માત્રામાં ફાઈબર રહેલું છે જેના કારણે પાચનતંત્ર મજબૂત બને છે ઉપરાંત કબજિયાત એસિડિટી જેવી અને પેટની અનેક સમસ્યાઓમાંથી પણ છુટકારો મળે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team