હિન્દુ ધર્મમાં સોળ સંસ્કારોની વાત કરવામાં આવી છે, તેમાંથી જ એક સંસ્કાર હોય છે, વિવાહ સંસ્કાર જેનો અર્થ ઉત્તરદાયિત્વ વહન કરવાનું હોય છે, આ જ કારણ છે કે જ્યાં સુધી વર અને વધુ સાત ફેરા લઈ લેતા નથી ત્યાં સુધી તેમનું લગ્ન પૂરું માનવામાં આવતું નથી, આ સાત ફેરા ના પોતાનું જ એક મહત્વ હોય છે દરેક ફેરાની સાથે વર અને વધૂ એક વચન લે છે અને આ દરેક વચન પોતાનામાં જ ખૂબ જ ખાસ હોય છે, લગ્ન એ જન્મ જન્માંતર નો સંબંધ માનવામાં આવે છે તેથી જ સાથ ફેરા ને હિન્દુ લગ્નમાં ખાસ મહત્વ આપવામાં આવ્યું છે.
સાત ફેરા કેમ લેવામાં આવે છે?
શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે આખરે સાથ ફેરા જ કેમ લેવામાં આવે છે, માન્યતા અનુસાર સાત ની સંખ્યા મનુષ્ય જીવનમાં ખૂબ જ મહત્વનું સ્થાન રાખે છે ભારતીય સંસ્કૃતિમાં સાત ઋષિ, સાત ગ્રહ, સંગીતના સાત સુર, મંદિર અથવા મૂર્તિની સાત પરિક્રમા, સાત તારા, સાત દિવસ, સાત પુરી, સાત દ્વીપ, ઈન્દ્ર ધનુષ્યના સાત રંગ, સાત લોક, સૂર્યદેવના સાત ઘોડા વગેરેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેવી જ રીતે હિન્દુ લગ્નમાં ફેરા ની સંખ્યા પણ સાત છે તમને જણાવી દઈએ કે વધુ આ ફેરા અને બચ્ચનની સાથે એકબીજાની સાથે સાત જન્મો સુધી સાથે રહેવાનો વાયદો પણ આપે છે, હિન્દુ વિવાહની સ્થિરતાનો મુખ્ય સ્તંભ સાથ ફેરા ને જ માનવામાં આવે છે.
વરની ડાબી બાજુએ શા માટે બેસે છે વધુ?
ઘણી વખત આપણા મનમાં એ સવાલ આવે છે કે આખરે પત્નીને પતિની ડાબી બાજુ જ કેમ બેસાડવામાં આવે છે? માન્યતા અનુસાર વધુને વામાંગી પણ કહેવામાં આવે છે, ખરેખર વામાંગીનો અર્થ પતિ નો ડાબો ભાગ હોય છે, તેથી જ જ્યારે સાથ ફેરા લેવામાં આવે છે ત્યારે દરેક વચન પછી વધુ તે કહે છે કે હું તમારા વામાંગમાં આવા નો સ્વીકાર કરું છું જેનો અર્થ એ હોય છે કે વરના ડાબી બાજુએ આવવા માટે વધુ તૈયાર છે.
ખાસ છે દરેક વચનનું મહત્વ
સાત ફેરા ને સપ્તપદી પણ કહેવામાં આવે છે, દરેક ચહેરાની સાથે આપવામાં આવેલ વચન વર અને વધૂ આખી જિંદગી નિભાવે છે, પહેલો ફેરો ભોજન વ્યવસ્થા માટે હોય છે, જયારે શક્તિ આહાર અને સંયમ માટે બીજો ફેરો લેવામાં આવે છે વધુ ત્રીજા ફેરામાં પતિ પાસેથી ધન પ્રબંધન નો વચન લે છે તે જ રીતે ચોથા ફેરામાં વર અને વધૂ આત્મિક સુખ માટે વચન લે છે. પશુ ધન સંપદા માટે પાંચમો ફેરો લેવામાં આવે છે ત્યારે ખટ્ટા ફેરામાં વધુ દરેક ઋતુમાં યોગ્ય રહેણીકરણી માટે વચન આપે છે તથા સાતમા ફેરામાં વધુ પોતાના પતિના અનુસરણ કરીને આખી જિંદગી તેની સાથે ચાલવા નું વચન આપે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું. નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Image Credit: Shutterstock