આચાર્ય ચાણક્યએ ઇતિહાસના એક એવા મહાન પુરુષ માનવામાં આવે છે જે અર્થશાસ્ત્ર, રાજનીતિ અને કૂટનીતિ ત્રણે માં પારંગત હતા. આના સમયમાં પણ આચાર્ય ચાણક્યની નીતિઓ સફળતાના પથ પર વ્યક્તિનું માર્ગદર્શન કરે છે. કહેવાય છે કે આચાર્ય ચાણક્યની નીતિઓ જે વ્યક્તિ અપનાવી લે છે તેઓને જીવનમાં કોઈપણ ક્ષેત્રમાં હારી શકતા નથી. આચાર્ય ચાણક્ય અનુસાર શીખવા માટેની કોઈ ઉમર નથી હોતી અને કોઈ પણ વ્યક્તિ પાસેથી શીખ લઈ શકાય છે. ચાણક્ય નીટી શાસ્ત્રમાં કુતરાના અમુક એવા ગુણ વિષે કહેવામાં આવ્યા છે જેમને જીવનમાં અપનાવીને તમે સફળતા અને માન સન્માન મેળવી શકો છો. ચાલો જણાવીએ કે કુતરામાં એવા કયા ગુણ છે જે અપનાવવા જોઈએ.
1. ઊંઘમાં પણ સાવધાન રહેવું :
આચાર્ય ચાણક્ય અનુસાર, વ્યક્તિની ઊંઘ હંમેશા કૂતરાની જેમ હોવી જોઈએ, તે સહેજ અવાજથી પણ જાગી જાય છે. જ્યારે તમે કુતરા જેવી ઊંઘ લેશો ત્યારે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને તમે તરત જ સચેત થઈ શકો છો.
2. સંતોષી પ્રવૃતિ હોવી :
ચાણક્ય નીતિ પ્રમાણે જે રીતે કૂતરો દિવસ ભર જેટલું ભોજન મળે એમાં જ સંતોષ માને છે એ જ રીતે વ્યક્તિએ પણ ખાવા પીવાને લઈને કોઈપણ વસ્તુ પાસે વધારે આશા રાખવી જોઈએ નહીં. કેમ કે અસંતોષ વ્યક્તિને જીવનમાં ઘણા દુખ ભોગવવા પડતાં હોય છે. એવામાં વ્યક્તિને જીવનમાં ભલે ગમે એટલા સુખ કેમ ના મળે તે હમેશાં લાલચી અને દુખી જ રહે છે.
3. સ્વાભિમાની ગુણ :
ચાણક્ય નીતિ કહે છે કે માણસે પણ કૂતરા પાસેથી સ્વામી ભક્તિ શીખવી જોઈએ. એટલે કે જેમ કૂતરો પોતાના માલિકને ખૂબ જ વફાદાર હોય છે. માલિકના કહેવા પ્રમાણે ખાય-પીવે અને માલિકની સૂચના પ્રમાણે ચાલે, તેવી જ રીતે માણસે પણ પોતાના કામ પ્રત્યે સમર્પિત રહેવું જોઈએ. તો જ તમે જીવનમાં તમારું લક્ષ્ય પ્રાપ્ત કરી શકશો.
4. નીડર રહેવું :
આચાર્ય ચાણક્યના મતે નિર્ભયતા અને બહાદુરીના ગુણ વ્યક્તિએ કુતરા પાસેથી શીખવા જોઈએ. જેવી રીતે પ્રતિકૂળ પરિસ્થિતિમાં કૂતરો ગભરાતો નથી અને તેના માલિક પર કોઈ મુસીબત આવે તો તે સામે ઊભો રહે છે. તેવી જ રીતે, તમારે દરેક પ્રતિકૂળતાનો હિંમતપૂર્વક સામનો કરવા સક્ષમ રહેવું જોઈએ. તો જ તમે આગળ વધી શકશો અને ગૌરવપૂર્ણ જીવન જીવી શકશો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team