આવતી 1 માર્ચ 2020 ના રોજ મહાશિવરાત્રીનો તહેવાર મનાવવામાં આવશે. ફાગણ મહિના નહીં કૃષ્ણ પક્ષની ચતુર્દશી પર આ તહેવાર મનાવવામાં આવે છે. જે ભગવાન શિવનો આભાર પ્રગટ કરવાનો દિવસ છે. દેવોના દેવ મહાદેવ ભક્તોનું મંગળ કરે છે, એમને સંપત્તિ પ્રદાન કરે છે. જાણો ભગવાન શિવની મહાશિવરાત્રી પર કઈ રીતે કરવી જોઈએ પૂજા, કઈ રીતે જળ અર્પણ કરવું જોઇએ.
આજે અમે તમને એના નિયમો વિશે જણાવીશું.
આ રીતે કરવી પૂજા
વહેલી સવારે ધોયેલા શુદ્ધ કપડાં પહેરીને શ્રદ્ધા-ભક્તિ સાથે વ્રત રાખીને મંદિરમાં અથવા ઘર પર શિવ – પાર્વતીની પુજા કરવી જોઇએ. ફૂલ પાન અને સુંદર વસ્તુ દ્વારા મંડપ તૈયાર કરીને સર્વતોભદ્ર ની વેદી બનાવીને એના પર જળ ભરેલો કળશ સ્થાપિત કરવો. પરસ્પર ભગવાન શિવ-પાર્વતીની સુવર્ણ પ્રતિમા અને નંદિની ચાંદીની પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ. જો મૂર્તિ ન બનાવી શકાય તો શુદ્ધ માટીનું શિવલિંગ બનાવી લેવું.
પૂજામાં આ વસ્તુ વર્જિત છે
બીલીપત્ર ફુલ ગંગાજળ મૌલી, ચોખા, સોપારી, લવિંગ, ઇલાયચી, દૂધ, ચંદન દહી, ઘી, કમળકાકડી, ધતુરાના ફૂલ, આકડાનાં ફૂલ નો ભોગ શિવજીને અર્પણ કરીને પૂજા કરવી જોઇએ. ભગવાન શિવની પૂજામાં તુલસી વર્જિત હોય છે. જે ભગવાન શિવને ચઢાવવી જોઈએ નહીં. સાથે જ કેતકી નું ફૂલ પણ શિવલીંગ પર ચડાવવું જોઈએ નહિ. શુદ્ધ ભાવથી અને પૂરી શ્રદ્ધા ભક્તિથી ભગવાન શિવની આરાધના કરવી જોઈએ. મંદિરમાં કોઈ પણ પ્રકારની ચિંતા કે નિંદા કરવી જોઈએ નહીં.
જળ અભિષેક ના નિયમો
હંમેશા જળ અભિષેક શિવલિંગ નો જ કરવામાં આવે છે. ત્યાં સ્થાપિત કરેલા અન્ય દેવી-દેવતાઓનો જળઅભિષેક કરવો જોઈએ નહિ. જળનો અભિષેક કરતી વખતે જળમાં તુલસીના પાન નાખવા જોઈએ નહીં. કારણ કે, શાસ્ત્રો પ્રમાણે ભગવાન શિવ પર તુલસી ન ચડાવવી વર્જિત છે. જળનો અભિષેક કર્યા બાદ ક્યારેય પણ શિવલિંગની આખી પરિક્રમા કરવી જોઈએ નહીં. કારણ કે જે જળ ભગવાન શિવલિંગ પર ચડાવવામાં આવે છે, એની બહાર નીકળવાની વ્યવસ્થા અને ગંગા માનવામાં આવે છે. માન્યતા પ્રમાણે માતા ગંગા ને ક્યારેય પણ ઓળંગી શકાય નહીં.
શિવલિંગનો સ્પર્શ કરવો જોઈએ નહીં
મંદિરમાં ક્યારેય પણ પૂજા અર્ચના કરતાં સમયે અથવા જળાભિષેક કરવાના સમયે શિવલીંગને સ્પર્શ કરવો જોઈએ નહીં. માન્યતા છે કે, ભગવાન શિવનો જળાભિષેક અથવા રુદ્રાભિષેક ઉચિત મંત્રોચ્ચાર સાથે કરવાથી લાભ પ્રાપ્ત થાય છે. મંદિરમાં શક્ય હોય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની વાતચીત કરવી જોઈએ નહીં. ઉપરાંત મંદિરમાં 12 થી 4 ના સમયગાળામાં ક્યારેય જવું જોઈએ નહીં. આ સમયે મંદિરનો ઘંટ પણ વગાડવો જોઈએ નહીં.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team