જાણો સફેદ અને ગુલાબી જામફળ વચ્ચે નો તફાવત, જાણો જામફળ સાથે જોડાયેલા કેટલાક પ્રશ્નો ના જવાબ.
ઠંડી ઋતુમાં જામફળ ને મીઠા સાથે ખાવામાં આવે છે. એ સ્વાદમાં તો સારું હોય છે પરંતુ એમાં ઘણા બધા પોષક તત્ત્વો પણ રહેલાં છે. જામફળ રહેલાં પોષક તત્વોની વાત કરવામાં આવે તો, પ્રોટીન, ફેટ, વિટામિન એ, વિટામીન ઇ, કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન બી 6,ઝીંક, કોપર અને વિટામિન કે રહેલા છે. જામફળ અને સ્વાસ્થ્યવર્ધક અને શક્તિશાળી બનાવે છે.
ગુલાબી અને સફેદ જામફળ વચ્ચેનો તફાવત
તમને જણાવી દઈએ કે ગુલાબી અને સાથે જ ફળોમાં રહેલા પોષક તત્વો એકસરખા જ હોય છે. પરંતુ આ બંનેના રંગ અને સ્વાદ માં ઘણો ફરક હોય છે. ઘણી જગ્યાએ ગુલાબી જ ફરતા હોય છે. જ્યારે અમુક જગ્યાએ સફેદ જામફળ મળતા હોય છે.
જામફળ ખાધા બાદ પાણી પીવું જોઈએ કે નહીં
જામફળ ખાધા બાદ પાણી પીવું જોઇએ નહીં, કારણ કે એનાથી ગળા સંબંધી સમસ્યાઓ જેવી કે શરદી, ખાંસી થઈ શકે છે.
કેટલી માત્રામાં ખાવા જોઈએ
જામફળ નું સેવન એના આકાર પર આધાર રાખે છે. તમે એક દિવસમાં બેથી ત્રણ મધ્યમ આકારના જામફળ ખાઈ શકો છો. પરંતુ એના પહેલા ડાયટીશિયનની સલાહ લેવી જોઈએ.
જામફળ ક્યારે ખાવા જોઈએ
જામફળને બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરની વચ્ચે ખાવું જોઈએ. એનાથી સ્વાસ્થ્યને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. જોકે સવારના સમયે જામફળને કાળા મીઠા સાથે ખાવામાં આવે તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક બને છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team