1 માર્ચ 2022 મંગળવારના દિવસે મહાશિવરાત્રીનું પર્વ ઉજવવામાં આવશે. આ વર્ષે મહાશિવરાત્રિ પર શુભ મુહૂર્ત અને સંયોગ સાથે પંચ ગ્રહી યોગ પણ બની રહ્યા છે. જો આ યોગમાં ભગવાન શિવની પૂજા કરશો તો તેમના આશીર્વાદ મળશે. તો ચાલો જાણીએ કેવી રીતે ભગવાન શિવની પૂજા કરવી.
મહાશિવરાત્રિની વિધિપૂર્વક વિશેષ પૂજા નિશિતા કે નિશિથ કાળમાં થાય છે. જોકે ચારેય પ્રહરો માથી પોતાની સુવિધા મુજબ આ પૂજા કરી શકો છો. સાથે જ મહાશિવરાત્રીના દિવસે રાત્રિ જાગરણનું પણ વિધાન છે. મહાશિવરાત્રી પર શિવલિંગની પૂજા થાય છે. આ દિવસે માટીના વાસણ કે કળશમાં પાણી ભરીને શિવલિંગ પર ચડાવો, ત્યારબાદ તેના ઉપર બિલિપત્ર, આકડાના ફૂલ, ચોખા વગેરે અર્પિત કરીએ છીએ. પાણીના બદલે દૂધ પણ લઇ શકો છો.
ઘરે કેવી રીતે શિવલિંગની પૂજા કરવી
1. ઘરે પૂજા કરી આપણે શુદ્ધતા અને સાત્વિકતાનું ખાસ ધ્યાન રાખવું પડે છે.
2. મહાશિવરાત્રીના દિવસે પ્રાતઃકાળે સ્નાન અને ધ્યાન કરી ભગવાનનું સ્મરણ કરતા ભક્તો વ્રત તેમજ ઉપવાસનો સંકલ્પ લે. ત્યાર પછી જ પૂજાનો સંકલ્પ લે.
3. હવે ભગવાન શિવની મૂર્તિ, શિવલિંગ કે ચિત્રને લાકડાના પાટિયા પર લાલ કે પીળું કપડું પાથરીને રાખો. મૂર્તિ કે શિવલિંગને સ્નાન કરાવો અને જો ફોટો હોય તો તેને યોગ્ય રીતે સાફ કરો.
4. હવે મહાદેવ સામે ધૂપ દીપ કરીને તેને ચંદન કે ભસ્મ નું તિલક લગાવો.
5. ચંદન કે ભસ્મ લગાવ્યા પછી તેને ગંધ, પુષ્પ અને હાર ચઢાવો. ત્યાર પછી બિલિપત્ર,દૂધ, દહી, કેસર, ધતુરા, આંકડા વગેરે સામગ્રી તેને અર્પિત કરો.
6. હવે તેને પ્રસાદ કે ભોગ ચઢાવો. ધ્યાન રાખવું કે ભોગમાં મીઠું, મરચું અને તેલનો ઉપયોગ કરવામાં આવતો નથી. ખીર ની પ્રસાદી ચડાવી શકો છો.
7. હવે મહાદેવની આરતી ઉતારો અને આરતી ગાવ. અંતે જે કોઈપણ દેવી-દેવતાઓની તહેવારો પર કે નિયમિત પૂજા કરવામાં આવતી હોય તેની આરતી કરી નૈવેધ્ય ચડાવી અને પૂજા સમાપ્ત કરાય છે.
ઘરમાં પૂજા કરવા માટે ના નિયમો
1. ઘરના ઈશાન ખૂણામાં જ પૂજા કરો. પૂજા કરતી વખતે આપણું મોઢું ઈશાન, પૂર્વ કે ઉત્તર દિશામાં હોવું જોઈએ.
2. પૂજાનું યોગ્ય મુહૂર્ત જોયા પછી જ પૂજા કરો.
3. પૂજા સમયે પંચદેવની સ્થાપના ચોક્કસ કરવી. સૂર્યદેવ, શ્રી ગણેશ, દુર્ગા, શિવ અને વિષ્ણુને પંચદેવ કહેવામાં આવ્યું છે. પૂજા સમયે બધા ભેગા મળીને પૂજા કરો. ગુજરાત દરમિયાન કોઈપણ પ્રકારનો અવાજ કરવો નહીં.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team