કુરતી જોવામાં એકદમ સુંદર લાગે છે બજારમાં તમને અલગ અલગ ડિઝાઇનની કુર્તીઓ પણ મળી જશે. પરંતુ સામાન્ય રીતે મહિલાઓ કુર્તી જીન્સ સાથે પહેરતી હોય છે. તેના કારણે તમારું લુક હંમેશા એક જેવો જ દેખાય છે. પરંતુ શું તમે જાણો છો કે કુરતી ને તમે એક નહીં પરંતુ અનેક અલગ રીતે પણ પહેરી શકો છો ?
ઘણી મહિલાઓ માને છે કે કુર્તીમાં બોરિંગ લુક દેખાય છે. પરંતુ એવું જરા પણ નથી કુર્તીમાં તમારો લુક પણ સુંદર દેખાઈ શકે છે. તેના માટે તમારે થોડી સ્ટાઇલિંગ ટિપ્સ નું ધ્યાન રાખવું પડશે. જો તમે આ રીતે સ્ટાઈલ કરીને કુર્તી પહેરશો તો તમારી સુંદરતામાં ચાર ચાંદ લાગી જશે.
સ્કર્ટ સાથે કુર્તી
તમે કુર્તી ને સ્કર્ટ સાથે પણ પહેરી શકો છો. આમ કરવાથી તમારું લુક પણ અલગ દેખાશે. તમારે કુર્તી ને લોંગ અને ફ્લેર્ડ સ્કર્ટ સાથે પહેરવાની છે. કુર્તી ને આ રીતે કેરી કરવાથી તમારો લુક અલગ દેખાશે. જો તમારે એથનિક લુક જોતો હોય તો તમે હેવી દુપટ્ટો પણ સાથે લઈ શકો છો. બજારમાં તમને સ્કર્ટ અને કુર્તી નો સેટ પણ મળશે પરંતુ તમે કુર્તીને સ્કર્ટ સાથે મિસ મેચ કરીને પણ પહેરી શકો છો.
ધોતી પેન્ટ સાથે કુર્તી
ધોતી પેન્ટની ફેશન ફરીથી ચલણમાં આવી છે. તે દેખાવમાં સ્ટનિંગ લાગે છે. ધોતી પેન્ટને પણ તમે શોર્ટ કુર્તી સાથે કેરી કરી શકો છો. આ લુક તમને એકદમ સ્ટાઇલિશ દેખાશે.
સિગાર પેન્ટ સાથે કુર્તી
સિગાર પેન્ટ સાથે પણ કુર્તી પહેરી શકાય છે. તે તમને સ્ટાઇલિશ અને એથનીક લુક આપશે. તમે સિમ્પલ અને હેવી બંને પ્રકારની કુર્તીઓને સિગાર પેન્ટ સાથે પહેરી શકો છો. સિગાર પેન્ટમાં પણ આજકાલ ખૂબ જ વેરાઈટી મળે છે. હેવી એમરોડરી સાથે અલગ અલગ ડિઝાઇનમાં પણ સિગાર પેન્ટ મળે છે. તમારા લુક ને કમ્પ્લીટ કરવા માટે તમે આ પેરની સાથે સ્ટડ ઇયરિંગ પણ પહેરી શકો છો.
કુરતી સાથે શ્રગ
શ્રગને ફક્ત ટોપ સાથે જ પહેરી શકાય એવું નથી. તમે શ્રગને કુર્તી સાથે પણ પેર કરી શકો છો. તેનાથી કુર્તી ને મોડર્ન લુક મળશે અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ પણ ઊભું થશે. તમે પ્લેન કુર્તી સાથે પ્રિન્ટેડ શ્રગ કેરી કરી શકો છો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team