આ ક્રિસ્પી ચોકલેટ કૂકીઝ ને જટપટ ચોકલેટ ચિપ્સ અને ઇંડા વિના ની બનાવા માંટે ફક્ત ત્રણ સરળ ઘટકો ની જરૂર પડે છે.
સામગ્રી
- 1/3 કપ ડાર્ક ચોકલેટ ચિપ્સ
- 1/3 કપ માખણ
- 1/3 કપ લો કેલરી સ્વીટનર
- 1 ચમચી વેનીલા એસેન્સ
- 1 કપ મેંદો
- 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા
- 1/4 ટીસ્પૂન બેકિંગ પાવડર
- 2-3 ચમચી દૂધ
એગલેસ ચોકલેટ ચિપ્સ કેવી રીતે બનાવવી
- ઓવન ને 180 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરો.
- એક બાઉલમાં માખણ અને ઓછી કેલરી વાળુ સ્વીટનર લઈ ને તેને ઇલેક્ટ્રિક બીટરનો ઉપયોગ કરીનેહળવું ફેટી લો. વેનીલા એસેન્સ ઉમેરો અને સારી રીતે મિક્સ કરી દો.
- મેંદો, બેકિંગ સોડા અને બેકિંગ પાવડરને એક સાથે મિક્સ કરો. ડાર્ક ચોકલેટ ચિપ્સ અને દૂધ નાખી ને તેને બરાબર મિક્સ કરો અને તેનો લોટ બાંધો.
- લોટ ને સમાન ભાગોમાં વહેચો અને દડાનો આકાર આપી ને તેને સપાટ કરો.
- હવે આ કૂકીઝને બેકિંગ ટ્રેમાં મૂકો. ટ્રેને પ્રીહિટેડ ઓવન માં મૂકો અને 10-12 મિનિટ માટે બેક કરો. ત્યારબાદ ઓવન માથી કાઢી ને તેને ઠંડુ કરો.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “Fakt Food” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktFood Team