છીણીને કાચી હળદરનું અથાણું બનાવવું ખૂબ સરળ છે. તે ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે અને થોડી જ મિનિટમાં તેને તૈયાર કરી શકાય છે. અહી વાંચો સરળ રીત અને તમે પણ અજમાવો આ સ્વાદિષ્ટ અથાણું
સામગ્રી
- 50 ગ્રામ કાચી તાજી હળદર
- 1/2 ચમચી અથાણાનો મસાલો
- 1/4 ચમચી જીરૂ
- 1 લીંબુનો રસ
- મીઠું સ્વાદ મુજબ
બનાવવાની રીત
સૌથી પેહલા કાચી હળદરને સરખી ધોઈને સ્વચ્છ કપડાથી લૂછી લો. તેની છાલ કાઢીને છીણી લો. હવે તેને એક વાટકીમાં કાઢી લો અને તેમાં અથાણાનો મસાલો, જીરું અને જરૂર મુજબ મીઠું ઉમેરો, નહિ ઉમેરો તો પણ ચાલશે. હવે લીંબુનો રસ નાખી અને સરખી રીતે મિક્સ કરો કાચની બરણીમાં ભરી લો. હવે જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે સ્વાદિષ્ટ અથાણું ખાવા માટે ઉપયોગ કરો.
સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
- આયુર્વેદમાં હળદરને ઔષધી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેના સેવનથી સ્વાસ્થ્ય સ્વસ્થ રહે છે.
- તે કેન્સર જેવી જોખમી રોગથી લડવામાં મદદરૂપ છે.
- હળદરનું અથાણું ખાવાથી શરીર સ્વસ્થ રહે છે અને તે શરીરની ઘણા પ્રકારની બીમારીઓમાં ફાયદાકારક પણ થાય છે.
- કાચી હળદર ઈમ્યુનિટી વધારે છે. તે શરીરના ઇમ્મુનીટી પાવરને બુસ્ટ કરવાનું કામ કરે છે, જેનાથી મોસમી બીમારીઓથી આપણે દૂર રહીએ છીએ.
- હળદરમાં રહેલ તત્વ જ્યાં ખાવાના ડાઈજેશનમાં આપણી મદદ કરે છે, ત્યાં સંધિવાના દુખાવામાં પણ તે ફાયદાકારક છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team