ડુંગળીના ઔષધીય ગુણો અને તેને લગાવવાથી થતાં અદભુત ફાયદાઓ વિશે જાણો

Image Source

આપણે દરેક લોકો ડુંગળીથી પરિચિત છીએ. ડુંગળી લગભગ દરેક ઘરમાં ખાવામાં આવે છે. કોઈપણ ઘરનું રસોડું ડુંગળી વગર અધૂરું લાગે છે. શાક હોય કે કોઈ ખાસ વાનગી, જ્યાં સુધી તેમાં ડુંગળીના ઉમેરવામાં આવે ત્યાં સુધી તેનો સ્વાદ અધૂરો લાગે છે. જો આપણે ડુંગળીના સ્વરૂપની વાત કરીએ, તો તેના કંદનો ઉપયોગ મુખ્યત્વે શાકભાજીમાં થાય છે. આ સિવાય જ્યારે ડુંગળીને ખેતરમાં રોપવામાં આવે છે, તે સમયે તેમાંથી જે કળીઓ નીકળે છે તે પણ ખૂબ જ ગુણકારી હોય છે, તેને પણ શાકભાજી તરીકે પણ ખાવામાં આવે છે.

આ વનસ્પતિનું મુખ્યત્વે ઉત્પાદન મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત, ઉત્તર પ્રદેશ રાજ્યોમાં થાય છે. ભારતની કુલ 287 હજાર હેક્ટર જમીન પર ડુંગળીનું ઉત્પાદન થાય છે. ભારત નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ વગેરે જેવા ઘણા દેશોમાં ડુંગળીની નિકાસ કરે છે.
ડુંગળી માત્ર તેના સ્વાદ માટે જ નથી જાણવામાં આવતી પરંતુ ડુંગળી એક ગુણકારી ઔષધી પણ છે.

ડુંગળીનો યોગ્ય ઉપયોગ આપણા શરીરમાં થતી અનેક પ્રકારની નબળાઈઓને દૂર કરી શકે છે.

Image Source

ડુંગળીમાં જોવા મળતા તત્વો

આપણે બધા ડુંગળીમાં રહેલા ગુણો વિશે તો જાણીએ છીએ. ડુંગળીમાં રહેલા આ ગુણોનું કારણ ડુંગળીમાં મળી આવતા તત્વ છે. જો ડુંગળીમાં જોવા મળતા તત્વોની વાત કરીએ તો તેમાં વિટામિન, ખનીજ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપુર માત્રામાં હોય છે. હા, કેલરીની માત્રા ચોક્કસપણે ઓછી હોય છે. આમાં સૌથી મહત્વપૂર્ણ એન્ટીઑકિસડન્ટ ક્વારર્સેટિન છે. આ એન્ટીઑકિસડન્ટ સફરજનમાં પણ મળી આવે છે, પરંતુ ડુંગળીની સરખામણીમાં લગભગ ત્રણ ગણું ઓછું હોય છે. આ ઉપરાંત તેમાં રહેલું સલ્ફર તેને એક અલગ ગુણ આપે છે.

Image Source

ડુંગળીના ઔષધીય ગુણધર્મો

ઉનાળાની ઋતુમાં સૌથી વધારે ભય લૂ લાગવાની હોય છે. ગરમ પવનને કારણે કોઈપણ સ્વસ્થ વ્યક્તિ લૂ થી પ્રભાવિત થાય છે. આ સ્થિતિમાં ડુંગળી એક ખૂબ જ અસરકારક ઔષધિ તરીકે કામ કરે છે. ડુંગળીનો રસ શરીર પર ખાસ કરીને છાતીમાં લગાવવાથી લૂથી રાહત મળે છે, આ ઉપરાંત, તમે તેને પી શકો છો.

હરસ થાય તો ડુંગળીના રસનું સેવન સાકર સાથે કરો. તેનાથી રોગમાં રાહત મળશે.

જો કોઈ વ્યક્તિને ભૂખ ન લાગવાની સમસ્યા હોય તો ડુંગળીને સરકામાં ડુબાડીને ત્રણ દિવસ સુધી રાખો, તે પછી તમે તે ડુંગળી ખાઓ, આમ કરવાથી ભૂખ ખૂલી જશે.

જો પેટમાં કીડા પડી ગયા હોય તો તે સ્થિતિમાં 10 મિલી ડુંગળીના રસમા સિંધવ મીઠું ઉમેરીને પીવડાવવું જોઈએ.

ડુંગળીના રસને મધ સાથે મિક્સ કરીને પણ ખાઈ શકો છો.

માથાનો દુખાવો થતો હોય તો ડુંગળી કાપીને તળિયા પર લગાવવાથી રાહત મળે છે.

મોતિયો થવા પર ડુંગળીના રસમાં મધ મિક્સ કરીને આંખોમાં કાજલની જેમ લગાવો.

Image Source

ડુંગળીને વાળમાં લગાવવાથી શું થાય છે?

આજના સમયમાં મોટાભાગના લોકો વાળ ખરવાની સમસ્યાથી પીડાતા જોવા મળે છે. જ્યાં પહેલાના જમાનામાં મહિલાઓના જાડા વાળ તેમની સુંદરતામાં વધારો કરતા હતા, ત્યાં વર્તમાન સ્થિતિ જોઈએ તો આજે મહિલાઓ નાની ઉંમરમાં જ વાળ ખરવાની ફરિયાદ કરે છે. વાળને સ્વસ્થ રાખવા માટે વિવિધ પ્રકારના પ્રયત્નો કરે છે. આ સમસ્યા નું સમાધાન ડુંગળી છે. ડુંગળીમાં એવા ઘણા તત્વો રહેલા હોય છે, જે ન ફક્ત વાળને પોષણ આપે છે અને મજબૂત બનાવે છે, પરંતુ તેમને ચમકદાર અને લાંબા પણ બનાવે છે. સ્વસ્થ વાળ મેળવવા માટે ડુંગળીના રસનો ઘણી રીતે ઉપયોગ કરી શકાય છે.

Image Source

જેમ કે,

ઓછામાં ઓછી 4-5 ડુંગળી લો અને તેની છાલ કાઢીને પીસી લો. ત્યાર પછી તેને હાથથી નિચોવી અને તેનો રસ કાઢી લો. તે રસ તમારા વાળ પર લગાવો. લગભગ એક કલાક પછી, જ્યારે વાળ સરખી રીતે સુકાઈ જાય, ત્યારે તેને પાણીથી ધોઈ લો. વાળમાંથી ડુંગળીની ગંધ દૂર કરવા માટે, તમે તેને શેમ્પૂથી ધોઈ શકો છો.

ડુંગળીનો રસ નારિયેળના તેલમાં મિક્સ કરીને સરખી રીતે માથા લગાવો. જેથી આ મિશ્રણ વાળના મૂળ સુધી પહોંચી જાય. લઆ મિશ્રણ ખૂબ જ ગુણકારી હોય છે, કારણ કે ડુંગળીના રસની સાથે નારિયેળનું તેલ પણ વાળ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.

ઓલિવ ઓઈલ અને ડુંગળીના રસનું મિશ્રણ પણ વાળને મજબૂત અને ચમકદાર બનાવે છે. આ મિશ્રણ બનાવીને આખા માથા પર લગાવો, ફરક થોડા દિવસોમાં જ દેખાશે.

જો કોઈના માથાના બધા વાળ ખરી ગયા હોય તો તે સ્થિતિમાં ડુંગળીના રસને મધ સાથે સરખી રીતે મિક્સ કરીને આખા માથા પર ધીમે-ધીમે માલિશ કરો. આ પ્રયોગનું અઠવાડિયામાં ઓછામાં ઓછા 3 વખત આ પ્રયોગનું કરો. આ દરેક ઉપાયો અપનાવીને ડુંગળીના ગુણોના ફાયદા લઈ શકાય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.  આપેલ માહિતીની પુષ્ટિ અમારું પેજ કરતું નથી જેની ખાસ નોંધ લેવી, અમે ઉપરોક્ત માહિતી મીડિયા ના માધ્યમ થી આપેલ છે

Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *