Image Source
આપણા દેશમાં લોકોને બે વસ્તુ સૌથી વધારે પસંદ છે અને તે બોલીવુડ અને ક્રિકેટ. ક્રિકેટ અને બોલીવુડનો એકબીજા સાથે ગાઢ સંબંધ પણ રહ્યો છે. દેશના બે સૌથી ગ્લેમરસ પ્રોફેશન હોવાની સાથે ક્રિકેટ અને બોલીવુડની વચ્ચે પ્રેમનું કનેક્શન પણ છે. ઘણા એવા ક્રિકેટર છે, જે તેનું દિલ બોલિવુડની દિવાસ માટે હારી ચૂક્યા છે. આજે અમે તમને તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
Image Source
ક્રિકેટ અને બોલીવુડના સંગઠનથી બનેલું સૌથી વૃદ્ધ કપલ શર્મિલા ટાગોર અને મંસૂર અલી ખાન પટૌડી છે. બંનેની પ્રેમ કહાની ત્યારે શરૂ થઈ હતી જ્યારે શર્મિલા બોલીવુડની સૌથી પ્રખ્યાત અભિનેત્રીઓમાંથી એક હતી અને મંસૂર ઉર્ફ ટાઈગર પટૌડી યુવાન અને સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન હતા. શર્મિલા – ટાઈગર નું મિલન બે ધર્મોનું મિલન પણ હતું. બંનેએ પરિવારની અનુમતિ વગર લગ્ન કર્યા હતા. ઘણા લોકોએ કહ્યું આ લગ્ન લાંબા ચાલશે નહિ, પરંતુ બંનેએ બધાને ખોટા સાબિત કર્યા હતા.
Image Source
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી, ક્રિકેટ અને ફિલ્મી દુનિયાનું સૌથી પોપ્યુલર કપલમાંથી એક છે. બંનેની પ્રેમ કહાની હંમેશા ચાહકો માટે રીલેશનશીપ ગોલ રહ્યો છે. મીડિયા સાથે લાંબા સમય સુધી સંતાકૂકડી રમ્યા પછી બંનેએ 2014 માં તેમના સંબંધને કબૂલ કર્યો હતો. એક સમય હતો ત્યારે તે પણ ખબર સામે આવી હતી કે બંને અલગ થઈ રહ્યા છે. પરંતુ તેમ હતું નહિ. સમયની સાથે બન્નેનો સંબંધ મજબૂત થયો અને બંનેએ 2017 માં લગ્ન કરી લીધા. હવે બંને વામિકાના માતા પિતા બની ચૂક્યા છે.
Image Source
અન્ય એક દંપતી જેણે તેમના સંબંધને લાંબા સમય સુધી છૂપાવીને રાખ્યો. વર્ષો સુધી એકબીજાને મિત્ર ગણાવ્યા પછી ગીતા બસરા અને હરભજન સિંહે 2015માં તેમના સંબંધને કબૂલ કર્યો હતો. ઘણી સમસ્યાઓનો સામનો કર્યા પછી આજે પણ બંને સાથે છે. ગીતા અને હરભજન એ જુલાઈ 2016 માં લગ્ન કર્યા હતા. બંનેના બે બાળક પણ છે.
Image Source
નતાશા સ્ટાનકોવિક અને હાર્દિક પંડ્યાનો સંબંધ બધા માટે ચોંકાવનારો હતો. બંનેએ તેમનો સંબંધ છૂપાવી રાખી અને અચાનક સગાઈની જાહેરાત કરી હતી. જાન્યુઆરી 2020 માં બંનેની સગાઈ થઈ હતી. જ્યારે દુનિયાભરમાં કોરોનાનો ભય ફેલાયો હતો, ત્યારે હાર્દિકએ જાહેરાત કરી કે તે પિતા બનવાનો છે. તેણે તે પણ જણાવ્યું કે તેના અને નતાશાના લગ્ન થઈ ચૂક્યા છે. ખબરો મુજબ, બંનેની મુલાકાત એક નાઈટ કલબમાં થઈ હતી. ત્યાંથી પ્રેમ કહાનીની શરૂઆત થઈ હતી.
Image Source
હેઝલ કીચ અને યુવરાજ સિંહ, ક્રિકેટ અને ફિલ્મી દુનિયાના પ્રખ્યાત કપલમાંથી એક છે. બંનેના પ્રેમની કહાની શરૂ થતાં પહેલા યુવરાજનું નામ કિમ શર્મા અને દીપિકા પાદુકોણ સાથે જોડ્યું હતું. ત્યારબાદ સામે આવ્યું કે યુવરાજ, બોડીગાર્ડ ફેમ હેઝલ કિચને ડેટ કરી રહ્યા છે. બંનેને સાથે જોવામાં આવ્યા હતા. ત્યારબાદ નવેમ્બર 2016 માં બંનેએ લગ્ન કરી લીધા હતા.
Image Source
મહેન્દ્રસિંહ ધોની દેશના સૌથી પ્રખ્યાત ક્રિકેટરમાંથી એક છે. ધોનીને તેના રમત માટે તો પસંદ કરવામાં આવે જ છે, પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે તેનું નામ દીપિકા પાદુકોણ સાથે જોડવામાં આવ્યું હતું. પરંતુ આ સંબંધ વધારે સમય સુધી ચાલ્યો નહિ અને બંને અલગ થઈ ગયા. ધોનીએ તેની મિત્ર સાક્ષી સાથે લગ્ન કરી અને આજે તે જીવા નામની સુંદર દીકરીના પિતા છે.
Image Source
સાગરિકા ઘાટગે અને ઝહિર ખાનની જોડી વિશે જાણ થવી બધા માટે એક મોટુ આશ્ચર્ય હતું. બંનેના સંબંધ વિશે કોઈ ચોક્કસ જાણકારી કોઈ પાસે હતી નહતી. બંનેને પેહલી વાર સાથે યુવરાજસિંહ અને હેઝલ કીચના લગ્નમા જોવા મળ્યા હતા. બંને સાથે દેખાયા પછી ડેટિંગની અફવાની શરૂઆત થઈ. બંનેએ તેમના સંબંધ વિશે કોઈ ટિપ્પણી કરી ન હતી. નવેમ્બર 2017મા બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતા.
Image Source
જ્યારે વિરાટ અને યુવરાજ ક્રિકેટની દુનિયામાં પણ હતા નહિ, ત્યારે રવિ શાસ્ત્રી લોકોના મનપસંદ રહ્યા કરતા હતા. તે સમયે રવિના પ્રેમમાં અમૃતા સિંહ પડી ગઈ હતી. અમૃતાને રવિ શાસ્ત્રી માટે શારજાહ સ્ટેડિયમમાં ચિયર કરતી જોવા મળી હતી. પરંતુ આ સંબંધ વધારે ચાલ્યો નહિ. ત્યારબાદ અમૃતાએ સૈફ અલી ખાન સાથે લગ્ન કરી લીધા હતા.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું. નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.