સ્વાસ્થ્ય માટે સારા પણ હોય છે અને ખરાબ પણ. પરંતુ તમે જાણો છો ચોખાના નીકળેલા પાણીને માઢ કેહવામાં આવે છે. તેના ઘણા બધા ફાયદા છે. જી હા, છોકરીઓને વ્હાઈટ ડીસ્ચાર્જ વધારે થવા, પિરિયડ્સ અનિયમિત થવા, વાળ નિર્જીવ થવા, ત્વચામાં શુષ્કતા થવા પર માઢનો ઉપયોગ કરી શકાય છે. પરંતુ આજે સુંદરતાની વાત કરીએ. માઢમાં જરૂરી પોષક તત્વ જોવા મળે છે. માઢમાં એમિનો એસિડ, વિટામિન, ખનિજ, એન્ટી ઓક્સિડન્ટ અને ઓલેટોઈન જોવા મળે છે. જે ત્વચાને રિપેર કરવાનું કામ કરે છે. તેને ચેહરા પર લગાવવાથી ઘણા બધા સોંદર્ય લાભ મળે છે. તો ચાલો જાણીએ.
ચોખાનું પાણી કલિંઝર તરીકે કામ કરે છે. રૂમાં લઈને તેને ચેહરા પર લગાવો અને પછી સુકાવા દો. સ્કિન ટાઇટ લાગે પછી તેને ધોઈ લો. જેનાથી તમારા ચેહરાની ગંદકી દૂર થશે અને ચેહરો ટોનરની જેમ કામ કરશે.
જો તમારા ચેહરા પર ખૂબ મોટા રોમ છિદ્ર થઈ રહ્યા છે તો ચોખાનું પાણી લગાવવાથી તે નાના થવા લાગે છે. સાથેજ ચેહરામાં પણ કસાવટ આવે છે.
જો તમે ખીલથી પરેશાન છો તો માઢ તમારા ચેહરા પર જરૂર લગાવો. તેનાથી તમને ઘણો આરામ મળશે અથવા ચેહરા પર પોપડી નીકળશે, સોજો આવે છે તો પણ આરામ આપે છે. ચેહરા પર માઢનું પાણી ત્યાં સુધી લગાવેલ રેહવા દો જ્યાં સુધી તે પૂરી રીતે સુકાઈ નહિ. સુકાયા પછી પાણીથી ધોઈ લો.
જો તમારી ત્વચા સૂકી છે તો ચોખાનું માઢ જરૂર લગાવો. અઠવાડિયામાં ત્રણ વાર ચેહરા પર ચોખાનું માઢ લગાવો. તમને આરામ મળશે. ત્વચા શુષ્ક થવા પર ખંજવાળ થશે, ત્વચા ફાટી જશે, સફેદ સફેદ થવી. ચોખાનું પાણી લગાવવા પર આ બધી વસ્તુઓથી રાહત મળશે.
જો તમારે તડકામાં વધારે કામ કરવાનું હોય છે તો આ ચોખાનું પાણી જરૂર લગાવો. તેમાં રહેલ પોષક તત્વ સનબર્નથી તમને બચાવશે. તે ચેહરાને ઠંડક આપે છે.
સમય પેહલા ચેહરા પર કરચલીઓ આવી ગઈ છે તો ચોખાના માઢ લગાવો. તેનાથી સારું તમને કઈ મળી શકશે નહીં. ત્વચાને ટાઇટ કરશે, લચીલાપણું વધારશે. રંગ સાફ કરી દાગ ધબ્બા દૂર થશે. ચોખાના માઢ લગાવીને તેમજ રેહવા દો, સુકાયા પછી ચેહરાને પાણીથી ધોઈ લો. તેનાથી તમારી ત્વચા મોઈશ્ચરાઈઝર થઈ જશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team