જાણો હાર્ટ એટેક ના એવા 7 લક્ષણો વિશે જે કદાચ તમે પણ જાણતા નહી હોય

છાતીમાં દુખાવો અને બળતરા, હાર્ટ એટેકનું સૌથી સામાન્ય લક્ષણ છે. તેને મોટાભાગના લોકો જાણે છે, પરંતુ ઘણા એવા લક્ષણ પણ છે જે હાર્ટ એટેકનો સંકેત આપે છે અને દર્દી તેને સમજી શકતા નથી. અમેરિકાના પેન સ્ટેટ હાર્શે હાર્ટ એન્ડ વેસ્કુલર ઇન્સ્ટિટ્યૂટના એમડી ડૉ. ચાલ્સ ચૈમ્બર્સ કહે છે, હાર્ટના આ લક્ષણોને પણ સમજવા જરૂરી છે જેને ઘણા ઓછા લોકો જાણે છે. આજે વલ્ડ હાર્ટ દિવસ છે. આ અવસર પર જાણો, તેવાજ 7 લક્ષણો વિશે જે હાર્ટ એટેકના ઈશારા કરે છે.

હાથમાં દુખાવો થવો
શરીરના ડાબા ભાગમાં દુખાવાનો અનુભવ થવો એ હાર્ટ એટેક સૂચવે છે. ચૈમ્બર્સ કહે છે કે, છાતીથી શરૂ થઈને આ દુખાવો શરીરની બાજુ સુધી પહોંચે છે. મારી પાસે ઘણા એવા દર્દીઓ પણ આવ્યા જેના હાથમાં દુખાવો થયો અને તેને હાર્ટ એટેકની સ્થિતિ બની. તેથી એવા લક્ષણ પર પણ ધ્યાન આપવાની જરૂર છે.

ગળા અને જડબામાં દુખાવો:
ગળા અને જડબામાં દુખાવો થવો પણ હાર્ટ એટેકનું એક લક્ષણ હોઈ શકે છે. છાતીમાં દુખાવો થવા પર તેની અસર ગળા અને જડબામાં દુખાવા રૂપે દેખાઈ છે. તેમ થવા પર તરત જ ડોકટરની સલાહ જરૂર લો, જેથી સમયસર નિવારણ કરી શકાય.

ચક્કર આવવા
નિષ્ણાત કહે છે કે, ચકકર આવવા પણ હાર્ટ એટેકનો સંકેત છે. વાસ્તવમાં, હાર્ટ એટેકની સ્થિતિમા, હદય જોઈએ તેટલું લોહી પંપ કરતું નથી, પરિણામે બીપી ઓછી રહે છે. દર્દીને એવો અનુભવ થાય છે કે શરીર હલનચલન કરી રહ્યું છે.

પગ અને પગની ઘૂંટી મા સોજા
પગ અને પગની ઘૂંટી મા સોજાના ઘણા કારણ હોય છે. જો તમે હદય રોગના જોખમી ક્ષેત્રમાં છો તો આ લક્ષણને પણ નજરઅંદાજ કરશો નહિ. તે હાર્ટ એટેક તરફ એક સંકેત છે. ડોકટર સાથે ચર્ચા કરી તેના કારણને સમજો. હાર્ટ એટેક પેહલા શરીરમાં સરખી રીતે લોહીનું પરિભ્રમણ ન થવા પર આ સ્થિતિ બની શકે છે.

ઉધરસ સારી ન થવી
જો તમે હદયના દર્દી છો અને ઉધરસ સારી થઈ રહી નથી તો તમે રિસ્ક જોનમાં છો. નિષ્ણાત કહે છે, જો એકદમ સફેદ અથવા આછી ગુલાબી લાળ આવી રહી છે તો તે હદયની બીમારીનું સંકેત છે. આવું ત્યારે થાય છે જ્યારે તમારું હદય શરીરની જરૂરિયાત મુજબ, કામ કરી શકતું નથી.

પરસેવો આવવો
ઠંડીના વાતાવરણમાં પણ પરસેવો આવી રહ્યો હોય તો સાવધાન થવાની જરૂર છે કેમકે તે પણ એક હાર્ટ એટેકનું સંકેત હોઈ શકે છે. જો તમારી સાથે તેમ થઈ રહ્યું છે અને તમે તેનું કારણ સમજી શકતા નથી તો તાત્કાલિક ડોકટરની સલાહ લો.

પેટમાં દુખાવો, ઉલટી અને અપચો
ચૈમ્બર્સ કહે છે કે, ઘણા લોકોને હાર્ટ અટેક પહેલા ઊલટી પણ થાય છે. પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓમાં આ લક્ષણ વધારે દેખાય છે. આ ઉપરાંત પેટમાં દુખાવો અને અપચો થવા પર સાવધાન રહેવું. ડરશો નહિ, ડોકટરની સલાહ લો કેમકે પેટની ઘણી સામન્ય બીમારીઓમાં પણ આ લક્ષણ જોવા મળે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ ફક્ત ગુજરાતીલાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું. નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *