જાણો અમુક એવી વસ્તુઓ વિશે જેનો ઉપયોગ કરવાની ભૂલને કારણે અંડરઆમ્સ કાળા થઈ શકે છે

  • by

કાળા અંડરઆમ્સની સમસ્યા ત્યારે વધારે પરેશાન કરે છે જ્યારે તમે હાફ સ્લીવના કપડા પેહરો છો. હાથ ઉપર કરતી વખતે અથવા થોડો પણ હાથ હલાવવા પર તમારા કાળા અંડરઆમ્સ દેખાય છે અને જો તમે ચાર લોકો સાથે ઉભા હોય તો તે વસ્તુ ઘણી ખરાબ લાગે છે. કાળા અંડરઆમ્સની સમસ્યા ઓછી કરવા માટે પહેલા તેના કારણો જાણવા ખૂબજ જરૂરી છે. જેથી તમે આ બાબતો હંમેશા ધ્યાનમાં રાખો અને અંડરઆમ્સની સરખી રીતે સંભાળ રાખો.

તો ચાલો આ લેખમાં અમે તમને જણાવીએ કે કાળા અંડરઆમ્સ થવાના અમુક કારણો –

1. શેવિંગ
શેવિંગ કરવાથી અંડરઆમ્સ કાળા થઈ જાય છે. શેવિંગ કરવાથી વાળ નીકળે તો છે પરંતુ તેનાથી ત્વચાના ઉપરના પડમાંથી જ નીકળે છે. જો તમારા વાળના રોમનો રંગ ત્વચાના રંગથી ઘાટો છે તો તમને શેવિંગ કર્યા પછી અંડરઆમ્સની ત્વચા કાળી લાગશે. શેવિંગ કરવાને બદલે વેક્સિંગ અથવા ટવિજીંગની રીત અજમાવી શકો છો. આ પ્રક્રિયા તમારા વાળને મૂળમાંથી કાઢે છે અને તેનાથી નાના વાળ પણ દેખાતા નથી.

2. અકન્થોસિસ નિગ્રીકન્સ
કાળા અંડરઆમ્સની સમસ્યા ચિકિત્સીય સમસ્યાને કારણે પણ થઈ શકે છે જેને અકન્થોસિસ નિગ્રીકન્સ કેહવાય છે. આ સમસ્યા કોઈ સ્વસ્થ વ્યક્તિને પણ થઈ શકે છે, અકન્થોસિસ નિગ્રીકન્સ મોટાભાગે ઇન્સ્યુલીન સંબંધિત કોઈ સમસ્યાથી પીડિત વ્યક્તિમાં જોવા મળે છે. શુગર અને ઇન્સ્યુલીન રેસિસ્ટેન્ટ ( આ સ્થિતિમાં કોશિકાઓ પૂરી રીતે ઇન્સ્યુલીનની ઉપયોગ કરી શકતી નથી ) અકન્થોસિસ નિગ્રીકન્સના બે મુખ્ય કારણ છે. તે સામાન્ય રીતે તેવા લોકોમાં પણ જોવા મળે છે જે એડિસન રોગથી પીડાતા હોય છે, જેને શ્લેષ્માં સંબંધી સમસ્યા થાય છે અથવા હાઇપોથાઈરાઈડ થાય છે.

3. એન્ટીપરસીપિરૈટ અને ડીઓડ્રેટનો ઉપયોગ

આ ઉત્પાદનોમાં રહેલ સામગ્રીઓ ત્વચા માટે નુકશાનકારક થઈ શકે છે જેના કારણે અંડરઆમ્સની ત્વચા કાળી થઈ શકે છે. તે પણ કેહવામાં આવે છે કે જો તમે તેનો ઉપયોગ કરવાનો બંધ કરી દો છો તો અંડરઆમ્સ કાળા થવાની સમસ્યા થતી નથી. તો જો તમે ઈચ્છો છો કે અંડરઆમ્સ કાળા થાય નહિ તો હવેથી તેનો ઉપયોગ કરશો નહીં.

4. મૃત કોશિકાઓ વધારવી

ડર્મેટોલૉજિસ્ટ મુજબ, જો તમારા અંડરઆમ્સ પર કાળા કુંડાળા છે તો તેના કારણે મૃત કોશિકાઓ પણ થઈ શકે છે. અંડરઆમ્સને કાળા થવાથી બચાવવા માટે તે ભાગને સ્ક્રબ થી સાફ કરો જેનાથી મૃત કોશિકાઓ સરખી રીતે સાફ થશે.

5. હાઈપરપિગમેંટશન

હાઈપરપિગમેંટશનના કારણે તમારી ત્વચા પર મેલેનિનનું ઉત્પાદન વધારે થવા લાગે છે. જોકે, તે સામાન્ય રીતે અંડરઆમ્સને ખુબ ઓછી અસર કરે છે તેથી તમારા અંડરઆર્મ તેના કારણે કાળા દેખાય એવી ખૂબ ઓછી સંભાવના છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ ફક્ત ગુજરાતીલાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું. નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *