જો તમે હૈદરાબાદથી હોલસેલ ભાવે ખૂબ જ સસ્તા ભાવમાં કપડાં ખરીદવા ઈચ્છો છો તો આવી સ્થિતિમા તમે આ માર્કેટમા જઈ શકો છો.
વિશ્વભરમાં વિવિધ પોશાક બનાવવા માટે જુદા જુદા પ્રકારના ફેબ્રિકનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે ફેબ્રિક ની કિંમત અને તેના પર કરવામાં આવતા વર્કના આધારે કોઈપણ ડ્રેસ ની કિંમત નક્કી કરવામાં આવે છે. જોકે, મોટાભાગના માર્કેટમાં તમને સિવેલા કપડાં ખૂબ જ મોંઘા મળે છે. આવી સ્થિતિમાં જો સિલાઈ વગરના કપડા લઈને તેને સિવડવવામાં આવે તો તે પ્રમાણમાં સસ્તા પડે છે અને આ રીતે તમે તમારી ઈચ્છા મુજબ સ્ટાઈલ વાળા કપડા કરાવી શકો છો.
જો તમે વિવિધ ફેબ્રિક્સ ને ખૂબ જ સસ્તા ભાવે ખરીદવા ઈચ્છો છો, તો તમારે હૈદરાબાદના માર્કેટ નું અન્વેષણ કરવું જોઈએ. વાસ્તવમાં હૈદરાબાદની એવી કેટલીય માર્કેટો છે, જ્યાં તમને કાશ્મીરથી કાંચીપુરમ અને બનારસથી બેગમ બજાર સુધી આખા દેશના કાપડ ખૂબ જ ઓછી કિંમતે ખૂબ જ સરળતાથી મળી જશે. તો ચાલો આજે આ લેખમાં અમે તમને હૈદરાબાદના કેટલાક શ્રેષ્ઠ હોલસેલ ક્લોથ માર્કેટ વિશે જણાવી રહ્યા છીએ, જેનું તમારે ચોક્કસ પણે અન્વેષણ કરવું જોઈએ.
મદીના માર્કેટ
મદીના માર્કેટની ગણતરી હૈદરાબાદની સૌથી શ્રેષ્ઠ બજારોમાં થાય છે. આ માર્કેટમાં તમને તમામ પ્રકારના ડ્રેસ મટિરિયલ્સ, ડ્રેસ અને સાડીઓ વગેરે મળી જશે. આટલું જ નહીં, તમે અહીથી ખૂબ જ સસ્તા ભાવે ડબલ બેડ કવર વગેરે જેવી અપહોલ્સ્ટરી સામગ્રી પણ ખરીદી શકો છો. અહીં શ્રેષ્ઠ કપડાં ખરીદવાથી લઈને ઐતિહાસિક ચારમિનારની મુલાકાત લેવા અને સૌથી સુંદર બંગડીઓ માટે પ્રખ્યાત લાડ બજારની મુલાકાત લેવા પણ ચોક્કસ જવું.
બેગમ બજાર
નિઝામ અલી ખાન નિઝામુલ મુલ્કની પત્ની હમદા બેગમના નામ પરથી બેગમ બજાર 150 વર્ષથી પણ વધુ સમયથી અસ્તિત્વમાં છે. આ હૈદરાબાદનું કપડાથી લઈને બદામ અને મસાલા સુધીના ઉત્પાદનોની શ્રેણી માટે વર્ષો જૂનું છૂટક અને જથ્થાબંધ બજાર છે. જો તમે કપડાં સિવાય ઘરની ચીજવસ્તુઓ, વાસણો, સૌંદર્ય પ્રસાધનો અને અન્ય જરૂરિયાતની ચીજવસ્તુઓ ખૂબ જ સસ્તા ભાવે ખરીદવા ઈચ્છો છો, તો તમારે એકવાર બેગમ બજારની મુલાકાત ચોક્કસપણે લેવી જોઈએ. મારા પર વિશ્વાસ કરો, આ બજાર તમને નિરાશ નહીં કરે. બેગમ બજાર હૈદરાબાદના ઐતિહાસિક ચારમિનાર અને ઉસ્માનિયા જનરલ હોસ્પિટલની નજીક છે અને હૈદરાબાદમાં ખૂબ પ્રખ્યાત છે.
સુલતાન બજાર
જો તમે હૈદરાબાદમાં છો તો તમારે એકવાર સુલતાન બજારની મુલાકાત ચોક્કસ લેવી જોઈએ. આ એક એવી જગ્યા છે જ્યાં તમે ખૂબ જ ઓછી કિંમતે ઘણી સારી વસ્તુઓ ખરીદી શકો છો. જ્યારે તમે આ માર્કેટમાં જશો, ત્યારે તમને દેખાશે કે મોટાભાગનો સામાન રસ્તાના કિનારા પર વેચાઈ રહ્યો છે, અને કેટલોક સામાન રસ્તા પરની દુકાનોમાં વેચાઈ રહ્યો છે. તમારે આ બજારની મુલાકાત લેવા અને શ્રેષ્ઠ ખરીદી કરવા માટે અલગથી પોતાનો એક દિવસ કાઢવો પડશે. જો કે, કપડાં સિવાય, તમે અહીં ફૂટવેર, હેન્ડબેગ્સ, પિલો કવર અને ઘરની સજાવટની વસ્તુઓ પણ ખરીદી શકો છો.
ચૂડી બજાર
બની શકે કે તમે વિચારી રહ્યા હોય કે કાપડ માર્કેટમાં ચૂડી બજાર. હૈદરાબાદની ચૂડી બજારમાં તમને ઘણી સસ્તી કિંમતે વિવિધ પ્રકારની બંગડીઓ ચોક્કસ મળશે. પરંતુ આ જગ્યા માત્ર રંગબેરંગી બંગડીઓ માટે જ પ્રખ્યાત નથી, પરંતુ આ બજાર કપડાં માટે પણ પ્રખ્યાત છે. જો કે, તમને અહીં દરેક પ્રકારના કપડાં નહીં મળે. તેના બદલે, તમે અહીં પરંપરાગત અને ભારે શણગારેલા ખરા દુપટ્ટાથી લઈને ઘણી ઉત્તમ સિલ્ક સાડીઓ ખરીદી શકો છો.
શિલ્પારામ
શિલ્પારામ ક્રાફ્ટ્સ વિલેજ હૈદરાબાદમાં એક એવું સ્થળ છે, જ્યાં તમે ખરીદીનો એક અનોખો અનુભવ મેળવી શકો છો. આ સ્થળ મુખ્ય રીતે હસ્તકલાની વસ્તુઓ માટે પ્રખ્યાત છે. અહીં તમને વિવિધ રાજ્યોમાં બનાવેલ હેન્ડીક્રાફ્ટ ડ્રેસ મટિરિયલ્સથી લઈને સાડીઓ વગેરે સરળતાથી મળી જશે. શિલ્પારામ મા એમ્બ્રોઇડરીવાળા કપડાથી લઈને ઘર માટે શ્રેષ્ઠ અપહોલ્સ્ટરી વસ્તુઓ સુધી ખૂબ જ સારી કિંમતે ખરીદી શકો છો, ફક્ત તમારી શોપિંગ સ્કિલ્સ શાપૅ હોવી જરૂરી છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું. નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.