ભારતના કેટલાક એવા સુંદર સ્થળો વિશે જાણો, જ્યા રાત્રી દરમિયાન ખૂબ જ સુંદર દ્રશ્યો જોવા મળે છે
Image Source
જો તમે ભારતના આ લોકપ્રિય સ્થળોની વાસ્તવિક સુંદરતા જોવા માંગતા હોવ તો તમારે અહીં રાત્રે જવું જોઈએ.
ભારત એક ખૂબ જ સુંદર દેશ છે, જ્યાં પ્રાકૃતિક સૌંદર્યથી લઈને માનવસર્જિત સુંદરતાની કોઈ ઉણપ નથી. આ દેશ અદભૂત કુદરતી ઘટનાઓથી લઈને સદીઓ જૂના વાસ્તુકલા સુધીના અજાયબીઓથી ભરેલો છે. કદાચ આ જ કારણ છે કે માત્ર ભારતમાં જ લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા નથી, પરંતુ વિશ્વભરના લોકો આ દેશની મુલાકાત લેવા આવે છે.
અહીના જુદા જુદા રાજ્યોમાં જોવાલાયક સ્થળોની ઘણી જગ્યાઓ છે. જો કે, આમાં ઘણી જગ્યાઓ એવી પણ છે, જે દિવસ કરતાં રાત્રે વધુ સુંદર લાગે છે અને તેથી, જો તમે આ સ્થળોની મુલાકાત લેવા જાઓ છો, તો રાત્રે ચોક્કસ આ સ્થળોની મુલાકાત લો.
આમ તો, ભારત દેશમાં જોવાલાયક ઘણું બધું છે, જે તમને આશ્ચર્યચકિત કરી દેશે. પરંતુ આજે આ લેખમાં અમે તમને એવી જ કેટલીક શ્રેષ્ઠ જગ્યાઓ વિશે જણાવી રહ્યા છીએ, જેની તમારે રાત્રે એક વાર મુલાકાત લેવી જ જોઈએ.
સુવર્ણ મંદિર અમૃતસર
આધ્યાત્મિક દ્રષ્ટિએ સુવર્ણ મંદિરનું પોતાનું અલગ જ મહત્વ છે. અમૃતસરમાં આવેલ આ ગુરુદ્વારા ભારતની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક છે. જો કે તે દિવસના કોઈપણ સમયે સુંદર લાગે છે, પરંતુ સૂર્યાસ્ત પછી તેની સુંદરતા જોવાલાયક હોય છે. આ સ્થળ ખૂબ જ શાંતિપૂર્ણ અને પવિત્ર છે અને અહીં આવનાર દરેક વ્યક્તિને અનંત શાંતિનો અનુભવ થાય છે. જો તમે રાત્રે આ સુવર્ણ મંદિરની મુલાકાત લો છો, તો તે ખૂબ જ સુંદર રીતે ચમકે છે.
વિક્ટોરિયા મેમોરિયલ, કોલકતા
કોલકાતામાં વિક્ટોરિયા મેમોરિયલ ખૂબ જ પ્રખ્યાત લેન્ડમાર્ક છે, જે ઐતિહાસિક રીતે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ભવ્ય લેન્ડમાર્ક, જે હવે એક સંગ્રહાલય છે. લીલાછમ ઘાસના મેદાનો વચ્ચે વસેલું, આ સંગેમરમરનું સ્મારક કોલકાતાના મુખ્ય પ્રવાસી આકર્ષણોમાંનું એક છે. વિક્ટોરિયા મેમોરિયલ એ ભારતના સૌથી સુંદર સ્થળોમાંનું એક છે. જો કે તે દિવસ દરમિયાન ખૂબ જ સુંદર લાગે છે, પરંતુ જેવી કોલકાતામાં રાત પડે છે કે આ ઇમારત સંપૂર્ણપણે બદલાઈ જાય છે અને
પોતાની સુંદરતાથી દરેકને મંત્રમુગ્ધ કરી દે છે.
તાજમહેલ, આગ્રા
વિશ્વભરની સાત અજાયબીઓમાં સામેલ તાજમહેલને લોકો દૂર દૂરથી જોવા માટે આવે છે. સંગેમરમર આ મકબરાને એક વાર જોયા પછી તમે તમારી દ્રષ્ટિ તેના પરથી હટાવી નહીં શકો. આ કોઇ આશ્ચર્યની વાત નથી કે તેને મહેલોનો તાજ કહેવામાં આવે છે. તેની સુંદરતાનો અંદાજો આ બાબત પરથી જ લગાવી શકાય છે કે તેને પ્રસિદ્ધ કવિ રવિન્દ્રનાથ ટાગોરે “બ્રહ્માંડના ગાલ પર એક અશ્રુ” રૂપે વર્ણવેલું હતું. સૂર્યાસ્ત પછી તેને જોવાથી તેની એક અલગ જ સુંદરતા જોવા મળે છે. આ એક એવું સ્મારક છે, જેના પર જ્યારે ચંદ્રનો પ્રકાશ પોતાનો છાંયો ફેલાવે છે, ત્યારે તમને પૃથ્વી પર રહીને પણ સ્વર્ગ જોવાનો અનુભવ થાય છે.
મરીન ડ્રાઈવ, મુંબઈ
મરીન ડ્રાઈવને ક્વીન્સ નેકલેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહી લોકો રાત્રે ફરવાનું વધુ પસંદ કરે છે. તમે અહીં ચાલતી વખતે અથવા વાત કરતી વખતે ઠંડા પવનની મજા માણી શકો છો. મરીન ડ્રાઈવ એ 3.6 કિમીનો રોડ છે જે મુંબઈના દરિયાકિનારાને સમાંતર ચાલે છે. તે એક પ્રખ્યાત પર્યટન સ્થળ છે અને મુંબઈની મુલાકાત લેતા દરેક પ્રવાસીઓ એકવાર મરીન ડ્રાઈવની મુલાકાત લે છે. જો તમે રાત્રે અહીં જાઓ છો, તો સ્ટ્રીટ લાઈટ મોતીના તાર જેવી સુંદર લાગે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું. નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.