જાણો કેટલાક શાનદાર લાઈફ હેક્સ વિશે, જેનાથી ઘરની સફાઈ થશે ઝડપથી


Image Source

જો તમે ઘરની સફાઈને વધારે સરળ અને ઝડપથી કરવા ઇચ્છો છો તો આ લાઈફ હેક્સ ચોક્કસપણે તમારા માટે ખૂબ ઉપયોગમાં આવી શકે છે.

સ્વચ્છ અને ચોખ્ખું ઘર કોને સારું લાગતું નથી, પરંતુ ઘરને સ્વચ્છ રાખવું એટલું પણ સરળ હોતું નથી. સામાન્ય રીતે ઘરની સાફ-સફાઈમાં તમારો ઘણો બધો સમય ચાલ્યો જાય છે. તેટલું જ નહીં, સફાઈ કરવામાં તમે ખરેખર ઘણા થાકી પણ જાઓ છો. લગભગ આ કારણ છે કે જ્યારે પણ ઘરની ઊંડી સફાઈ કરવાની હોય છે અથવા તો ઘરનો કોઈપણ ખૂણો અથવા સામાન ખૂબ વધારે ગંદો થઈ જાય છે, તો આપણે તેની સફાઈ આવતી કાલ સુધી મુલતવી રાખીએ છીએ અથવા તો તે કામ રજાના દિવસો માટે છોડી દઈએ છીએ. તમે પણ અત્યાર સુધી તેમજ કરતા આવ્યા હશો.

પરંતુ, હવે તમારે તેમ કરવાની જરૂર નથી. વાસ્તવમાં,એવા ઘણા હેક્સ હોય છે, જે ફક્ત તમારા સફાઈના કામને જ સરળ બનાવતું નથી, પરંતુ તેમાં લાગતા સમયને પણ ઓછો કરે છે, જેના કારણે તમારે તમારા ઘરની સફાઈનું કામ ગઈકાલ પર છોડવાની કોઈ જરૂર નથી. તો ચાલો આજે અમે તમને એવા જ ઘણા હેક્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે સફાઇ દરમિયાન તમને પણ ઘણી ઉપયોગમાં આવશે.


Image Source

ફર્નિચર સફાઈ માટે
જો તમારા ઘરમાં પાલતુ પ્રાણી છે, તો તે તમારા ફર્નિચર ( આ ટિપ્સ ફર્નિચરની સંભાળ માટે ) અથવા અન્ય સ્થળો પર મસ્તી કરતા હશે, જેનાથી તેના વાળ ફર્નિચર સાથે અન્ય સ્થળો પર ચોંટી જતા હશે. આવી સ્થિતિમાં ફર્નિચર ની સફાઈ કરવાની એક સરળ રીત છે કે તમે લિંટ રોલરની મદદ લો. એક પારંપરિક વેલોર લિંટ રોલર તમારા ફર્નિચર પર રહેલ દરેક પ્રકારના ફર અને વાળને વગર કોઈ સમસ્યાથી દૂર કરવામાં મદદ કરે છે અને તેનાથી તમે થોડા જ સેકન્ડમાં તમારા ફર્નિચર સાફ કરી શકો છો.


Image Source

બાથરૂમને સુગંધિત બનાવવા માટેનો નુસ્ખો
બાથરૂમ ઘરનો એક એવો ખૂણો છે, જેને ઘણીવાર ઉપયોગ કરવામાં આવે છે અને તેથી અહી વિચિત્ર દુર્ગંધ આવે છે. આવી સ્થિતિમાં એરફ્રેશનરનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ જો તમે એરફ્રેશનર ખરીદવામાં પૈસા બર્બાદ કરવા ઇચ્છતા નથી અથવા તો તમને તેની સુગંધ ખૂબ સ્ટ્રોંગ લાગે છે તો આવી સ્થિતિમાં તમે બાથરૂમની સુગંધ સારી બનાવવા માટે આ નુસ્ખાની મદદ લો. તમારે ફક્ત તેટલું કરવાનું છે કે તમે તમારા મનપસંદ એસેંશિયલ ઓઇલ લો અને ટોયલેટ પેપર રોલની અંદર તેના થોડા ટીપા નાખો. તેનાથી તમારા બાથરૂમમાં આખો દિવસ સુગંધ આવતી રેહશે.


Image Source

બ્લેંડર કન્ટેનર સફાઈ નુસ્ખા
સામાન્ય રીતે બ્લેંડર કન્ટેનરના ઉપયોગ પછી આપણે તેને તેમજ ધોઈએ છીએ. તેમ કરવું ભલે સરળ લાગે, પરંતુ હકીકતમાં તમારે તેની સરખી રીતે સફાઈ કરવા માટે આ નુસ્ખાની મદદ લો. એક બ્લેંડર કન્ટેનરમાં ગરમ પાણી નાખો અને પછી તેમાં લિકવિડ સાબુ નાખો અને બ્લેંડર કન્ટેનરને લગભગ 10 સેકન્ડ માટે ચાલુ કરો. છેલ્લે બ્લેંડર કન્ટેનરને સરખી રીતે સાફ કરી લો.


Image Source

ડીશવોશરમાં ડીશને સુકવવાનો નુસ્ખો
ડીશવોશરમાં ડીશની સફાઈ કર્યા પછી તે હંમેશા ભીના રહે છે. આવી સ્થિતિમાં વાસણોને બહાર કાઢવા ઘણા અસુવિધજનક થઈ જાય છે કેમકે પાણી આખા ફર્શ પર ટપકે છે. સામાન્ય રીતે વસ્તુઓને સૂકવવા માટે ડીશવોશરના દરવાજાને ખુલ્લા રાખવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ તે હંમેશા સુવિધાજનક હોતા નથી. આવી સ્થિતિમાં તમે આ નુસ્ખા અજમાવો. સૌથી પેહલા દરવાજાને ખુલ્લા કરો અને પછી એક ટુવાલ ટીંગાડી દો. ત્યારબાદ તમે તેને ફરીથી બંધ કરી દો. ટુવાલ વધારે ભેજને શોષી લેશે અને વાસણ લગભગ સંપૂર્ણ રીતે સુકાઈ જશે.

જો તમને આ લેખ સારો લાગ્યો હોય તો તેને શેર જરૂર કરો અને આ પ્રકારના અન્ય લેખ વાંચવા માટે સતત ગુજરાતી વેબસાઈટ સાથે જોડાયેલા રહો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું. નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *