જાણો કાશ્મીરી બાપુ વિશે, એમની ઉંમર ના અનુમાન વિશે. કાશ્મીરી બાપુની ચીર વિદાય ને કારણે સંતો અને ભાવિકોમાં શોક ની લાગણી.


Image Source

મનુષ્યના જીવનમાં ગુરૂનું સ્થાન સૌથી શ્રેષ્ઠ અને ઊંચું માનવામાં આવ્યું છે. આજે જૂનાગઢના એવા જ એક મહાત્મા સંત અને ગુરુ વિશે અમે જણાવીશું. પ્રથમ નોંધનીય વાત તો એ છે કે એમની ઉંમર વિશે દરેક લોકો અનુભવ અલગ-અલગ અનુમાન લગાવી રહ્યા છે. જેમ કે તેમની ઉંમર ને લઈને 300, 400 અને 500 વર્ષનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

Image Source

તેઓ કાશ્મીરી બાપુ તરીકે ઓળખાય છે. એમનો આશ્રમ જંગલમાં જૂનાગઢમાં આવેલો છે. કેવું લોકોની સેવા કરતા અને ભગવાન શિવની ઉપાસના કરતા, એમના દર્શન માટે દૂર-દૂરથી લોકો આવે છે. એમના આશ્રમમાં 24 કલાક ભોજનશાળા ચાલુ હોય છે અને દરેક દર્શનાર્થીઓને પ્રસાદ લીધા વિના જવા દેવામાં આવતા નથી.

ત્યાંના લોકોનું કહેવું છે કે કાશ્મીરી બાપુ એ વર્ષોથી શિવ ઉપાસના કરતા. એ જ તપ અને યોગ ને કારણે એમના ચહેરા પર તેજ ઝળકતું.

Image Source

આ કાશ્મીરી બાપુ બ્રહ્મલીન થતા ભક્તોમાં શોકની લાગણી ફરી વળી હતી. એમના દર્શન માટે દર્શનાર્થીઓની ભીડ ઉમટી હતી. કાશ્મીરીબાપુની ઘણા સમયથી ફેફસાંના ઇન્ફેક્શન ની તકલીફ હતી. છેલ્લા ઘણા વર્ષોથી તેમને દિવસમાં પાંચ વાર નેબ્યુલાઇઝર ટ્રીટમેન્ટ લેવી પડતી હતી. પણ, 15 દિવસ પહેલા જ એમણે કફ અટકવાનું અને શ્વાસ રૂંધાવાનું જણાવ્યું હતું.

બાપુને આજે એટલે કે સોમવારે 3:00 સમાધિ આપવામાં આવશે. એમની ઉંમર ને લઈને અનેક માન્યતા પ્રવર્તે છે. છતાં એમની વય નો અંદાજ 97 થી 100 નો લગાવવામાં આવે છે. કાશ્મીરી બાપુ નિરંજની અખાડાના સદસ્ય હતા. માટે આ ખાડા ના આગેવાન અને સંત અહીં આવવા નીકળી ગયા છે. ત્યારબાદ એમની હાજરી માં કાશ્મીરી બાપુને સમાધિ આપવામાં આવશે. કાશ્મીરી બાપુના અંતિમ દર્શનાર્થે ઉમટેલી ભીડ ને કાબુમાં લેવા માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.


Image Source

કાશ્મીરી બાપુના આશ્રમમાં ભજન અને ભોજન સતત ચાલુ રહેતાં. દર્શનાર્થીઓની ભીડ પણ કાયમ રહેતી. જેવા બાપુ બ્રહ્મલીન થયા છે એની ખબર તરત જ બધી જગ્યાએ વાયુવેગે પહોંચી ગઈ. જેથી એમના ભક્તો દર્શન માટે આવી પહોંચ્યા હતા. સાથે એમનામાં શોકની લાગણી પણ પ્રસરી ગઈ હતી. અનેક સંતો અને આગેવાનોએ પણ એમને શ્રદ્ધાંજલિ આપી હતી.

કાશ્મીરી બાપુ એ એક જવાબદાર નાગરિક પણ હતા. માટે જ એક જવાબદાર નાગરિક તરીકે એમણે પાનકાર્ડ આધારકાર્ડ અને ચુંટણીકાર્ડ પણ કઢાવેલ હતા. નિરંજની અખાડા ના નિયમ મુજબ જ્યારે કોઈ વ્યક્તિ સન્યસ્ત દીક્ષા ગ્રહણ કરે ત્યારપછી એમના નામની પાછળ અખાડાના ગુરુ, ઇષ્ટદેવ નિરંજન છે એટલે કે કાર્તિકે ભગવાન નું નામ લગાડવામાં આવે છે. કાશ્મીરીબાપુની જગ્યા માં જ કાર્તિકેય ભગવાન નું મંદિર પણ આવેલું છે. જે જૂનાગઢનું એકમાત્ર મંદિર છે.


Image Source

કાશ્મીરી બાપુ ને સમાધિ અપાયા બાદ ત્રણ દિવસ પછી સન્યાસી જીવન ની પરંપરા મુજબ સમાજીક જુવારવાનો કાર્યક્રમ પણ યોજાશે. જે મૃત વ્યક્તિ પાછળ થતી અંતિમ ધાર્મિક વિધિ માની એક છે. જેને ધૂળ લોટ ના કાર્યક્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *