આજે અમે તમને સુરતની એક અનોખા કન્સેપ્ટ એટલે કે એક આગવા અને નવા ખ્યાલ વાળી રેસ્ટોરેન્ટ વિશે જણાવીશું. જેનું નામ ‘ ધ ટ્રેન એક્સપ્રેસ ‘ છે. આ રેસ્ટોરાં એકદમ અલગ છે. સામાન્ય રીતે આવી રેસ્ટોરન્ટ જાપાન, નોર્થ કોરિયામાં હોય છે. જ્યાં શુશી વગેરે જેવી વાનગીઓ ટ્રેન મારફતે ટેબલ સુધી પહોંચડાય છે. પરંતુ આ ભારતની આવી પ્રથમ રેસ્ટોરાં છે, જે આવી આગવી રીતે વાનગીઓ ટેબલ સુધી પહોંચાડે છે. મહત્વપૂર્ણ વાત એ છે કે, આ રેસ્ટોરાં સુરત આવેલી છે. તો મિત્રો તમે પણ આનો લાભ ઉઠાવી શકો છો, અને આનંદ માણી શકો છો. એમાં પણ જો પરિવાર સાથે આ નવો અનુભવ કરાય તો, એનો આનંદ વધી જાય. એમાં પણ ખાસ જ્યારે તમે તમારા બાળકોનેે આ રેસ્ટોરાંની મુલાકત કરાવશો, ચોક્કસ એ ખુબ ખુશ થશે.
આ રેસ્ટોરાંમાં આપણે જે વાનગી ઓર્ડર કરીએ એ આપણા ટેબલ પર ટ્રેન મારફતે પહોંચાડવામાં આવે છે. આ પ્રકારનો કન્સેપ્ટ ધરાવતી રેસ્ટોરાં ભારતમાં ફક્ત સુરતમાં છે. જે તમને આપણાં દેશમાં અન્ય કોઈ જગ્યાએ જોવા મળશે નહિ. જે ફક્ત જાપાનીઝ અને કોરિયન રેસ્ટોરન્ટમાં જોવા મળે છે. એવો એક અલગ પ્રકારનો કન્સેપ્ટ, એક અલગ સંકલ્પના અહીં સુરતની હોટેલ ‘ ધ ટ્રેન એક્સપ્રેસ ‘ માં જોવા મળે છે.
અહીંની વાનગીઓનો સ્વાદ એકદમ સરળ, સાદો, ઘરની વાનગીઓ જેવો જ હોય છે. સુરતની રેસ્ટોરાંમાં આવીને તમે એક અલગ અને નવો અનુભવ મેળવી શકો છો. આ એક ફેમિલી રેસ્ટોરાં છે, જ્યાં બાળકો ને લઈ જવામાં આવે તો એમને ખુબ જ પસંદ આવશે. કારણે કે, એકદમ અલગ કન્સેપ્ટ છે. જ્યાં દરેક ટેબલ પર ટ્રેન મારફતે ઓર્ડર કરેલી વાનગીઓ પહોંચે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team