પાણીપુરી એક એવો નાસ્તો છે જેને આપણે બહાર જઇયે તો ખાધા વગર રહી શકતા નથી. મોટાભાગના લોકો એવા હોય છે જે પાણીપુરી માટે પાણી તો સરળતાથી બનાવી શકે છે પરંતુ તેના માટે ફૂલેલી અને ક્રિસ્પી પુરી બનાવી શકતા નથી. તો ચાલો ફૂલેલી અને ક્રિસ્પી પાણીપુરી બનાવવાની આસાન રીતે વિશે જાણીએ.
આ પૂરીને તમે 15 – 20 મિનિટમાં બનાવી શકો છો, તો ચાલો ફટાફટ ચાલુ કરીયે.
સામગ્રી :
• લોટ 200 ગ્રામ
• સોજી 50 ગ્રામ
• બેકિંગ પાઉડર 1/2 ચમચી
• ગરમ પાણી 1 કપ
• તેલ (તળવા માટે)
બનાવવાની પધ્ધતિ :
• સૌથી પહેલા એક મોટા કટોરામાં લોટ અને સોજી લઇ લો. પછી તેમાં બેકિંગ પાઉડર નાખી મિક્સ કરી લો.
• પછી તેમાં થોડું પાણી ઉમેરી લોટ બાંધી લો.
• પછી તેને 10 – 15 મિનિટ સુધી ઢાંકીને મૂકી દો.
• 15 મિનિટ પછી તેને ફરીથી 2 થી 3 મિનિટ સુધી ટુંપી લો
• પછી આદણી (જેમાં તમે રોટી બનાવો છો તે) પર થોડું તેલ લગાવી દો.
• પછી એક લોઈ લઇ તેને વણી લો. અને પછી તેને કટરથી કાપી લો.
• જો તમારી પુરીની સાઈઝ નાની લાગે છે તો થોડી મોટી કાપી લો અને પછી એક એક કરી વણી નાંખો.
• હવે ગેસ પર તેલને ગરમ કરી લો. અને તેમાં પૂરીને મુકો. ત્યારબાદ પુરી ગોલ્ડન બ્રાઉન થઇ જાય પછી નીકાળી લો.
• તો હવે ફૂલેલી અને ક્રિસ્પી પુરી બનીને તૈયાર થઇ ગઈ છે.
• હવે તમારી પસંદની ચટણી અને પાણી બનાવો અને પાણીપુરી સાથે એન્જોય કરો.
સૂચન :
• પુરીમાં બેકિંગ સોડાનો ઉપયોગ કોઈ દિવસ ના કરવો જોઈએ.
• લોટને થોડો ઢીલો રાખો, કેમકે જ્યારે તમે તળવા માટે મુકશો તો સોજી પાણી શોષે છે.
• જો તમારું તેલ પૂરું ગરમ ના થયું હોય તો પુરી નહીં ફૂલે.
• પુરી તળતી વખતે તેલ પૂરું ગરમ અને ગેસ ફૂલ હોવો જોઈએ.
જો તમને આ રેસીપી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી રેસીપી જાણવા માટે અમારું પેજ “ફક્ત ફૂડ ” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… આભાર
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.