જાણો પરસેવો કેમ થાય છે? અને તે થવાના કયા કારણ છે? તેના ફાયદા અને નુકશાન

Image Source

ગરમીની ઋતુમાં પરસેવો આવવો એક સામાન્ય બાબત છે. આમ તો પરસેવો આવવો તમારા શરીર માટે ખૂબ જ સારું છે. પરંતુ જરૂર કરતાં વધુ પરસેવો પણ ઘણી બધી બીમારીઓનું કારણ બની જાય છે. જે લોકોને વધુ પરસેવો થાય છે તેમને ડિહાઇડ્રેશન અથવા મીઠા ની ઊણપ જેવી બીમારી થઇ શકે છે. વધુ પરસેવો થાય તે આમ તો કોઈ બીમારી નથી, પરંતુ તણાવ હોર્મોન બદલાવ અને મેદસ્વીતા જેવી સમસ્યા ઉત્પન્ન કરી શકે છે. જો આપણને વધુ પરસેવો થાય છે તો આ સ્થિતિને હાઇપર હાઈડ્રોસિસ કહે છે.

અમુક લોકો તેને સામાન્ય સમજે છે, અને તેની ઉપર પોતાનું ધ્યાન પણ આપતા નથી. પરંતુ ક્યાંક ને ત્યાં તે ગંભીર પરેશાનીનું કારણ બની શકે છે વધુ પરસેવો થાય ત્યારે શરીરમાં પાણીની ઊણપ પણ થઈ જાય છે, આવો જાણીએ કયા કારણોથી લોકોને વધુ પરસેવો થાય છે અને તેનાથી કેવી રીતે બચી શકાય.

ભારતમાં લગભગ સાતથી આઠ ટકા લોકો આ સમસ્યાઓથી ઘેરાયેલા છે. પરસેવાની સમસ્યા વધુ પડતી દવાઓનું સેવન કરવાથી, વધુ પડતું તાપમાં કામ કરવાથી, ધુમ્રપાન કરવાથી, મરચાને મસાલાવાળા ભોજન કરવાથી તથા વધુ ચા-કોફીનું સેવન તથા ડાર્ક રંગના કપડાં પહેરવાથી પણ થઈ શકે છે.

ગરમીમાં પરસેવો આવવો એ સામાન્ય છે, પરંતુ જો વધુ પરસેવો થાય ત્યારે ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ. અમુક લોકોને શિયાળામાં પણ પરસેવો આવે છે તો તે એક સમસ્યા હોઈ શકે છે.

પરસેવા થી બચવાના ઉપાય

Image Source

1 ટામેટાનો જ્યુસ

જો તમારા શરીરમાં પાણીની ઉણપ થઈ ગઈ છે તો ટામેટાનો જ્યુસ તમારે જરૂરથી પીવો જોઈએ. ટામેટાનો જ્યુસ આપણા શરીરના પાણીની ઉણપને પૂરી કરે છે. તેથી જ તેનું નિયમિત રીતે સેવન કરવું જોઇએ. તે પાણીની ઉણપને પૂરી કરવાની સાથે-સાથે પરસેવાને રોકવા માટે પણ મદદ કરે છે.

Image Source

2 બટાટાનો ઉપયોગ

શરીરમાં જે પણ ભાગમાં વધુ પરસેવો થાય છે તે જગ્યાએ બટાકા નો ટુકડો કાપીને ઘસવો જોઈએ, જેનાથી પરસેવો ઓછો થાય છે અને તે તમારી ત્વચાને પણ સાફ અને ચોખ્ખી રાખશે.

Image Source

3 મીઠું

જે લોકોને વધુ પરસેવો થાય છે તે લોકોએ પોતાના ભોજનમાં મીઠાંનું સેવન ઓછું કરવું જોઈએ, મીઠું બ્લડ પ્રેશરવાળા લોકો માટે ખૂબ જ હાનિકારક હોય છે.

Image Source

4 પાણી

જેટલું બની શકે તેટલું વધુમાં વધુ પાણી પીવું જોઈએ. તે પરસેવાની સાથે સાથે ઘણી બધી બીમારીઓને પણ દૂર કરવામાં મદદ કરે છે.

Image Source

5 બરફ

તાપમાં જતાં પહેલાં શરીરના જે ભાગમાં વધુ પરસેવો થાય છે ત્યાં બરફ લગાવો, તેનાથી શરીરને ઠંડક તો મળશે જ તેની સાથે સાથે પરસેવો પણ ઓછો થશે.

6 તમાલપત્ર

તમાલ પત્ર પરસેવાની સમસ્યાને દૂર કરવાનો ખૂબ જ સારો સ્ત્રોત છે. તેનો ઉપયોગ કરવા માટે તમારે તમાલપત્ર અને સૂકવીને તેનો પાઉડર બનાવવો, ત્યારબાદ તેને ઉકાળીને 24 કલાક માટે રહેવા દો. હવે આ પાણીથી શરીરના તે ભાગની સફાઇ કરો જેમાં તમને વધુ પરસેવો આવે છે, આ ઉપાય પરસેવાની સમસ્યામાં જરૂરથી મદદ કરશે.

Image Source

7 ગ્રીન ટી

નિયમિત રૂપે એક કપ ગ્રીન ટી પીવાથી પરસેવાને નિયંત્રિત કરવામાં ખૂબ જ આસાની રહે છે.

Image Source

8 દરરોજ સ્નાન કરવું જોઈએ

શરીરની સફાઈ ઉપર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ અને દરરોજ સ્નાન કરવું જોઈએ, તમે નાહવાના પાણીમાં ચપટી બેકિંગ સોડા અને મીઠું નાખીને સ્નાન કરો છો તો તેનાથી પરસેવો ઓછો થાય છે.

Image Source

પરસેવો આવવા ના ફાયદા

ગરમીમાં લગભગ લોકો પરસેવાની સમસ્યાથી એ ખૂબ જ પરેશાન રહે છે. પરંતુ તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેનાથી શરીર ના દરેક ઝેરી પદાર્થ બહાર નીકળી જાય છે, જેનાથી ઘણી બધી બીમારીઓ તમારા શરીરથી દૂર રહે છે. તેની માટે ક્યારેક-ક્યારેક પરસેવો આવવો પણ ખૂબ જ જરૂરી છે આવો જાણીએ પરસેવો આવવા ના ફાયદા.

પરસેવો આવવાથી તમારી ત્વચા સાફ રહે છે અને જેનાથી શરીરની અંદર રહેલી ગંદકી પણ સાફ થાય છે અને તે બહાર નીકળી જાય છે તથા જ્યારે તે ગંદકી બહાર આવે છે ત્યારે તમારા ચહેરાના સંપૂર્ણ રોમછિદ્રો ખુલ્લા લાગે છે અને ત્વચા પણ સાફ થાય છે.

પરસેવો થવાનો એક ફાયદો એ પણ છે કે જેનાથી તમારી મૃત ત્વચા બહાર નીકળી જાય છે, અને ત્વચામાં પ્રાકૃતિક નિખાર આવે છે.

તેનાથી તમને વજન ઓછું કરવામાં પણ મદદ મળે છે જ્યારે તમે વધુ કાર્ય કરો છો, અથવા તો કસરત કરો છો ત્યારે તે સમયે શરીરમાંથી પરસેવો બહાર નીકળે છે, તેનાથી શરીરની કેલરી બર્ન થાય છે અને તેનાથી તમારું વજન ઓછું થાય છે.

વધુ પરસેવો થવાથી શરીરના તાપમાનને સંતુલિત રહે છે અને તેનાથી દિમાગ પણ તરોતાજા રહે છે, તથા તણાવથી દૂર રહી શકાય છે તે સિવાય તમને પથરીની સમસ્યા છે, તો આ રોગમાં પરસેવો થવો ખૂબ જ સારો માનવામાં આવે છે.

જે છોકરીઓને પિમ્પલ્સ ની તકલીફ હોય છે તેમને માટે પણ પરસેવો ખૂબ જ સારો હોય છે. કારણ કે પરસેવો ત્વચાને સાફ કરવા માટે મદદ કરે છે.

sunscreen

Image Source

વધુ પરસેવો આવવાના નુકસાન

જો તમને વધુ પડતો પરસેવો થાય છે તેના નુકશાન પણ હોય છે. ફાયદાની સાથે સાથે કઈ વસ્તુઓનો પ્રભાવ તમારા શરીર ઉપર કેટલો પડી રહ્યો છે તેની જાણકારી રાખવી પણ ખૂબ જ જરૂરી છે. જે વસ્તુ તમારી શરીર ઉપર ખરાબ પ્રભાવ નાખે તેવી વસ્તુઓનો ઉપયોગ જેટલો હોઈ શકે તેટલો ઓછો કરવો જોઈએ. પરસેવો થવાનાં અમુક નુકસાન પણ છે.

જો તમને વધુ પરસેવો થઈ રહ્યો છો તો તમને હૃદયની કોઈ પણ બીમારી હોઈ શકે છે તેનું સૂચન છે.

પરસેવો આવવાથી તમારા શરીરમાં પાણીની ઉણપ થઈ જાય છે અને વધુ પરસેવો આપણા શરીરના મીઠા ને પણ ઓછો કરે છે.

તમને દરેક જગ્યાએ શરમનો અનુભવ થશે કારણ કે પરસેવો દુર્ગંધનું કારણ બને છે.

વધુ પરસેવો થવાથી પ્રેગ્નેન્ટ મહિલાઓ ને વધુ તકલીફ થઈ શકે છે.

પરસેવો આવવો સારો હોય છે અને ખરાબ પણ હોય છે, તે નિર્ભર કરે છે કે તમારા શરીર ઉપર તેનો પ્રભાવ સારો પડી રહ્યો છે કે ખરાબ.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *