ભોજનની પ્લેટનો રંગ વજન ઘટાડવામાં કરી શકે છે મદદ, જાણો કયા રંગની પ્લેટમાં ભોજન કરવું છે લાભકારી

Image Source

વજન ઘટાડવું સરળ કામ નથી.. વજન ઘટાડવામાં આહાર અને વ્યાયામ નું ખાસ ધ્યાન રાખવું પડે છે. વજન ઘટાડવા માટે મહેનત પણ કરવી પડે છે. વજન ઘટાડવા માટે તમારે આહાર અને નિયમિત કસરત ઉપર ભાર મૂકવો પડે છે અને નિયમોનું પાલન કરવું પડે છે. જો તમે ડાયટ અને કસરતમાં બાંધછોડ કરો છો તો વજન ફરીથી વધવા લાગે છે. વળી ઘણા લોકો એવા હોય છે જે મોટા ભાગની વસ્તુઓ ખાવાનું છોડી દે છે અને ભૂખ્યા રહે છે. આ સ્થિતિમાં પણ વજન ઘટતું નથી.

ડાયટને સંતુલિત રાખવા માટે અને વજન ઘટાડવા માટે તમારા ભોજન ની પ્લેટ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ બાબતે થયેલા એક સંશોધનમાં ખુલાસો થયો છે કે પ્લેટનો રંગ વજન ઘટાડવા પર અસર કરે છે.

Image Source

પ્લેટનો રંગ અને વજનનો ઘટાડો

જો તમે વજન ઓછું કરવા ઈચ્છો છો તો તમારે દૈનિક આહાર ઘટાડવો પડશે. ભોજન ઓછું કરવા માટે તમારે યોગ્ય પ્લેટ ની પસંદગી કરવી પડશે. નિષ્ણાંતોનું કહેવું છે કે જો તમે વધારે પહોળાઈ સફેદ પ્લેટથી ભોજન કરો છો તો તમે વધારે ભોજન કરી લેતા હોય. એક જનરલમાં કહેવામાં આવ્યું છે કે સફેદ પ્લેટમાં ભોજન કરવાથી લગભગ 10% ભોજન વધારે કરવામાં આવે છે. તેવી જ રીતે રંગીન પ્લેટ માં ભોજન કરવાથી ભોજન ઓછું ખવાય છે. સફેદ પ્લેટની સરખામણીમાં રંગીન પ્લેટ માંથી ભોજન ઓછું કરીએ છીએ.

Image Source

ગ્રે, બ્લેક, બ્રાઉન અને પર્પલ રંગ ની પ્લેટ માં કરો ભોજન

સંશોધન અનુસાર કેટલાક રંગ તમારી ભૂખને ઓછી કરે છે. શોધમાં તર્ક દર્શાવવામાં આવ્યો છે કે ડિનરની પ્લેટનો રંગ તમને ઓછું કરવામાં મદદ કરી શકે છે. તે તમારી ભૂખ ઉપર અંકુશ લગાવશે અને ઓવર ઈટિંગ થી બચાવશે. નિષ્ણાતોનું કહેવું છે કે પીળો નારંગી અને લાલ રંગ તમને વધારે ભોજન કરાવે છે. કારણ કે તે હૃદયની ગતિ અને બ્લડ પ્રેશરને વધારે છે જેના કારણે ભૂખ ટ્રિગર થાય છે. પરંતુ જો તમે ગ્રે બ્લેક બ્રાઉન અને પર્પલ રંગ ની પ્લેટ પસંદ કરો છો તો તે તમને વધારે ભોજન કરવાથી રોકે છે કારણ કે તમે ઝડપથી અનુભવ કરશો કે તમારું પેટ ભરાઈ ગયું છે.

પ્લેટ સાથે આ વસ્તુઓનું પણ રાખો ધ્યાન

ડીલર ની પ્લેટ નો રંગ કોઈ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ વિના તમારું વજન ઓછું કરવામાં મદદ કરી શકે છે. પરંતુ યોગ્ય રંગની પ્લેટ પસંદ કરવાની સાથે જો ઝડપથી વજન ઘટાડવું હોય તો આ વાતોનું પણ ધ્યાન રાખો.

ભોજનમાં વધારે શાક અને ફળ નું સેવન કરો. તમારી પ્લેટ માંથી અડધી પ્લેટ તાજા ફળ અને શાકની હોવી જોઈએ.

કાચ અને પ્રોટીન પ્લેટના એક ચતુર્થાંશ ભાગમાં હોવા જોઈએ.

એવી વસ્તુઓને પસંદ કરો જેમાં કેલરી ઓછી હોય અને પોષક તત્વો ભરપૂર હોય.

જ્યારે વજન ઓછું કરતા હોય ત્યારે બહારનું ભોજન કે પેકેટ ફૂડ ન ખાવું. જમતા પહેલા ભોજનને એક પ્લેટમાં કાઢી લેવું.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *