મકરસંક્રાંતિના દિવસે જરૂરથી કરો આ કામ, જાણો આ તહેવારનું શું છે મહત્વ


સંપૂર્ણ દેશમાં 14 મી જાન્યુઆરીએ મકર સંક્રાંતિનો તહેવાર મનાવવામાં આવે છે. અને તેને ઉતરાયણ પણ કહેવામાં આવે છે. મકરસંક્રાંતિના પર્વ સૂર્યદેવ સાથે જોડાયેલું છે. અને સૂર્ય જ્યારે રાશિમાં ભ્રમણ કરે છે. ત્યારે તેને સંક્રાંતિ કહેવામાં આવે છે.આ જ રીતે જ્યારે સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે. તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે.

મકરસંક્રાંતિના દિવસે સૂર્ય અથવા મહિના માટે ઉતરાયણ થાય છે. અને આ જ કારણ છે કે દેશના ઘણા બધા હિસ્સામાં તેને ઉત્તરાયણનો પર્વ પણ કહેવામાં આવે છે. આ દિવસને હિંદુ ધર્મ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. અને દરેક શુભ કાર્યોની શરૂઆત લગભગ આ દિવસથી જ કરવામાં આવે છે.


આ મકરસંક્રાંતિ ઉપર શું કરવું?
મકરસંક્રાંતિના દિવસે વહેલો ઊઠીને સ્નાન કરો અને સૂર્યને પાણી ચઢાવો, ત્યારબાદ શ્રીમદ્ ભગવદ્ નો એક અધ્યાયનો પાઠ કરો અથવા તો ગીતાનો પાઠ કરો. તે સિવાય નવા અનાજ, કમ્બલ અને ઘીનું દાન કરો.ત્યાં જ ભોજનમાં નવા અનાજની ખીચડી બનાવો, તથા આ ભોજન ભગવાનને સમર્પિત કરીને પ્રસાદરૂપે તેને ગ્રહણ કરો.


અલગ અલગ નામથી મનાવવામાં આવે છે મકરસંક્રાંતિનો પર્વ
ભારત વર્ષમાં મકરસંક્રાંતિનું પર્વ અલગ અલગ નામથી ઉજવવામાં આવે છે. જેમ કે દક્ષિણ રાજ્ય તમિલનાડુમાં મકરસંક્રાંતિના દિવસને પોંગલ નો પર્વ મનાવવામાં આવે છે. ત્યાં જ ઉત્તર-પૂર્વ રાજ્ય અસમમાં આ જ દિવસે ભોગાલી-બિહુ બનાવવાનું વિધાન છે. બિહારમાં મકરસંક્રાંતિ ની ખીચડી કહેવામાં આવે છે. જ્યારે દેશના ઘણા બધા રાજ્યોમાં તેને ઉતરાયણના નામથી પણ મનાવવામાં આવે છે.

મકરસંક્રાંતિ માત્ર ભારતમાં જ નહીં પરંતુ ભારતના પાડોશી દેશો જેમ કે નેપાળ, શ્રીલંકા માં પણ ખૂબ જ હર્ષ ઉલ્લાસ પૂર્વક મનાવવામાં આવે છે. અને આ દિવસે દરેક વ્યક્તિ ખૂબ જ ઉત્સાહભેર ધાબા ઉપર જઈને પતંગોત્સવની મજા માણે છે. આ દિવસે ઘણા બધા રાજ્યોમાં લોકો પતંગબાજી ના સમારોહની સાથે મકરસંક્રાંતિનો ઉત્સવ મનાવે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *