બપોરની ઊંઘ બાળકોની સાથે સાથે મોટી ઉંમરના લોકો માટે પણ ફાયદાકારક હોય છે. પરંતુ ફાયદાઓની સાથે એના કેટલાક નુકસાન પણ છે. તો આજે દિવસની ઊંઘ સાથે જોડાયેલી કેટલીક બાબતો વિશે અમે તમને જણાવીશું.
ઘણા લોકોને બપોરે ઊંઘ અને આરામ કરવાથી તાજગી અનુભવ થાય છે અને ઘણા લોકોને એનાથી વિપરીત અસર થતી હોય છે. નિશ્ચિત રીતે થાક અને સુસ્તી થી છુટકારો મેળવવા માટેનો આ એક સારો ઉપાય છે, પરંતુ આ તમારી રાતની સામાન્ય અને ઊંઘ ની નિયમિતતા માં ખલેલ પાડી શકે છે. જે લોકોની સામાન્ય રીતે રાત્રે ઊંઘમાં સમસ્યા થતી હોય એ લોકો એ દિવસે સુવું જોઈએ નહીં
ઘણા લોકોને લાગે છે કે દિવસે ઊંઘ લેવાથી તાજગીસભર રહેવાય છે, પણ ખરેખર એનાથી ઘણા લોકોની સમસ્યા થતી હોય છે. અધ્યયન પ્રમાણે જોઈએ તો મેમરીને ખૂબ ફાયદો થાય છે પરંતુ સતર્કતાની બાબતમાં કોઇ ફાયદો થતો નથી. રોજ બપોરે જો એક કલાકથી વધુ ઊંઘ લેવામાં આવે તો તમારા સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી શકે છે. સાથે જ એનાથી તમે આળસુ બનો છો.
આયુર્વેદ પ્રમાણે દિવસના સમયે સામાન્ય રીતે થોડો આરામ કરવો એટલે કે, દીવસે ઉંઘવું નુકસાન કારક માનવામાં આવે છે. એનાથી કફ અને પિત્ત આ બંને દોષ વચ્ચે અસંતુલન થાય છે. જો કે આયુર્વેદમાં કહેવામાં આવે છે કે, જે લોકો સ્વસ્થ અને મજબૂત હોય એ લોકો દિવસમાં થોડોક આરામ કરી શકે છે, પરંતુ એ ગરમીની ઋતુમાં.
કેવા લોકોએ દિવસમાં સૂવું જોઈએ નહીં
મોટાપા ની સમસ્યાથી પીડિત હોય, વજન ઓછું કરવા માટેના પ્રયત્ન કરતા હોય તેવી વ્યક્તિ, ડાયાબિટીસના દર્દીઓએ અને જે વધુ પડતું ઓઇલી ફૂડ ખાતા હોય એ લોકોએ દિવસમાં સૂવું જોઈએ નહીં. એના પાછળ ઘણા કારણો જવાબદાર છે. દિવસમાં સૂવાથી ચરબી વધવી, ઊલટી થવી, યાદ શક્તિ કમજોર થવી, રોગ પ્રતિકારક શક્તિ માં ઘટાડો થવો જેવી સમસ્યાઓ થઈ શકે છે.
દિવસે સુવાની સ્વાસ્થ્યવર્ધક રીત
ઘણા અધ્યાયનો થી જાણવા મળ્યું છે કે, 10 થી 20 મિનીટ ના સમય વચ્ચે આરામ કરવો સ્વાસ્થ માટે ફાયદાકારક હોય છે. એના માટે એક સુનિશ્ચિત એલાર્મ સેટ કરીને તમે આરામ અથવા થોડા સમય ની ઝપકી લઈ શકો છો. એ સમયે તમારે ફક્ત રિલેક્સ કરવાનું છે, ચિંતાઓ અને તણાવથી દૂર રહેવાનું છે. જો તમે તમારી ચિંતાઓને દૂર કરી શકતા ન હોવ તો ધ્યાન કરવું જોઈએ. કારણ કે, એનાથી તમને તાજગી અને આરામ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આપેલ માહિતીની પુષ્ટિ અમારું પેજ કરતું નથી જેની ખાસ નોંધ લેવી, અમે ઉપરોક્ત માહિતી મીડિયા ના માધ્યમ થી આપેલ છે
Author: FaktFood Team