મેદાનમાં જ નહીં પરંતુ મેદાનની બહાર પણ હીરો છે. ટીમ ઈન્ડિયાના કેએલ રાહુલ. દુર્લભ બિમારી સામે લડી રહેલા 11 વર્ષના વરદ નલાવડે ની સર્જરી માટે કેએલ રાહુલે 31 લાખ રૂપિયા આપ્યા હતા. ક્રિકેટર બનવા નું સપનું જોઈ રહેલો વરદ નલાવડે અપ્લાસ્ટિક એનિમિયા નામની બીમારી સામે લડી રહ્યો હતો.
એની માતાએ રાહુલ સહિત મદદ કરનાર દરેક વ્યક્તિનો આભાર માન્યો હતો. એમણે જણાવ્યું હતું કે, ” તમે મદદ ન કરતા તો આ બિમારીનો ઇલાજ શક્ય નહોતો. એ ખૂબ જ મુશ્કેલ હતું આગળ કહેતા. તેમણે ઉમેર્યું હતું કે, હું ખાસ કરીને રાહુલ નો આભાર માનું છું. કારણકે એમણે ખૂબ જ મોટી રકમ મારા દીકરા ના ઈલાજ માટે આપી છે. જે આજના જમાનામાં શક્ય નથી. કેએલ રાહુલ સિવાય પણ ઘણા લોકોએ મને મદદ કરી છે. એ બધાનો પણ આભાર. “
વરદ નલાવડેના ઈલાજ માટે બોન મેરો ટ્રાન્સપોર્ટ એકમાત્ર રસ્તો હતો આ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી નો ખર્ચ 35 લાખ રૂપિયા બતાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પરિવારે એના માટે રકમ ભેગી કરવાની શરૂઆત કરી હતી. કેએલ રાહુલ અને 247 લોકોની મદદથી અને પરિવારે ભેગા કરેલી રકમ એમ થઈને 35 લાખ રૂપિયા એકઠા થયા હતા.
વરદ ઈલાજ પછી મેદાન પર ફરી પાછો આવવા માટે ખૂબ જ ઉત્સુક છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team